‘ઈંડુ, ઈયળ, કોસેટો અને ફૂદુ, આ સાયકલ છે’ અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી
અમદાવાદઃ ‘અરબ સાગરમાં ભારે ભેજનો ફ્લો જણાશે, ભારે ભેજ લઈને આવતા વાદળોનો મારો પશ્ચિમ ઘાટ તરફ થશે, દક્ષિણ ગુજરાતથી મુંબઈ મહારાષ્ટ્ર સુધી તેનો ફ્લો થશે…
ADVERTISEMENT
અમદાવાદઃ ‘અરબ સાગરમાં ભારે ભેજનો ફ્લો જણાશે, ભારે ભેજ લઈને આવતા વાદળોનો મારો પશ્ચિમ ઘાટ તરફ થશે, દક્ષિણ ગુજરાતથી મુંબઈ મહારાષ્ટ્ર સુધી તેનો ફ્લો થશે અને તે ફ્લો જબરજસ્ત હશે. એટલે પશ્ચિમ ઘાટમાં ભારે વરસાદ થશે.’ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે જેમાં આગામી 17મીથી 20 મી સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના હવામાન વિભાગે પણ આગામી 18મી જુલાઈથી 21મી જુલાઈ સુધી ભારેથી અતિ ભારે અને અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વાદળોની મોટી સરવાણી ગુજરાત ભણીઃ 18મીથી 21મી સુધી વધુ એક વખત ધમરોળશે
અંબાલાલે વરસાદની આગાહી સાથે આપ્યા ખાસ કારણો
આ દરમિયામાં અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. જેમાં ના માત્ર દક્ષિણ ગુજરાત, કે ઉત્તર ગુજરાત પણ સમગ્ર ગુજરાત ઉપરાંત દેશના પણ અન્ય ભાગો પર ભારે વરસાદની આગાહી તેમણે કરી છે. તેમણે આ ભારે વરસાદની આગાહી કરતા શું કહ્યું છે અને કયા ખાસ કારણો આપ્યા છે તે જાણવા જેવું છે. આવો સાંભળીએ અંબાલાલ પટેલને…
ઈયળ અને ફુદાની સાયકલ પરથી વરસાદ અંગે અંબાલાલે શું કહ્યું
અંબાલાલ પટેલે આ વરસાદના વરતારા ઉપરાંત એક વીડિયોના માધ્યમથી એ અંગે પણ જાણકારી આપી છે કે વરસાદ અને સૃષ્ટીના અન્ય જીવોની સાયકલ સાથે કેવા સંબંધો છે. તેમણે આ દરમિયાન કાતરા નામની જીવાતને લઈને જાણકારી આપી છે. સાથે જ ઈંડા અને તેમાંથી ફૂદા સુધીની સાયકલ અંગે પણ વાત કરી છે. તો આવો તેમના શબ્દોમાં સાંભળીએ કે તેઓ આ અંગે શું કહે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT