અંબાલાલ પટેલે મે મહિનામાં પણ કરી માવઠાની આગાહી, આ તારીખે વાવાઝોડા સાથે વરસાદ પડશે
અમદાવાદ: રાજ્યમાં આ વખતે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા 4 દિવસથી અનેક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે…
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યમાં આ વખતે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા 4 દિવસથી અનેક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવે મે મહિનામાં પણ ગુજરાતમાં વરસાદથી રાહત મળવાના એંધાણ નથી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં મે મહિનામાં પણ વાવાઝોડું આવવા સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે.
મે મહિનામાં ક્યારે પડશે વરસાદ?
અંબાલાલ પટેલ મુજબ, એપ્રિલ બાદ મે મહિનામાં પણ રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં આજથી 5મી મે સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. આ સાથે જ મે મહિનામાં વાવાઝોડાની પણ સંભાવના રહેલી છે. બંગાળની ખાડીમાં 10થી 18મી મે વચ્ચે ચક્રવાત આવશે. જ્યારે આ પછી 25 મેથી 10 જૂન વચ્ચે અરબ સાગરમાં ચક્રવાત આવવાની સંભાવના છે. એવામાં દરિયા કાંઠાના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુદરાતમાં ભારે વરસાદ પડી શકે છે.
અમદાવાદમાં આજે પડ્યો વરસાદ
ઉલ્લેખનીય છે કે, શનિવારે અચાનક ધોધમાર વરસાદ વરસતા અમદાવદામાં કેટલાક અંડર બ્રિજમાં પણ સામાન્ય પાણી ભરાવા લાગ્યા હતા. અહીંના રોડ રસ્તાની તો શું વાત કરવી, રોડ પર ખાડા અને લગાાયેલા થિગડાંઓને લઈને રસ્તામાં ઠેરઠેર ખાબોચિયાઓ ભરાયેલા હતા. વહેલી સવારે જ અરવલ્લી, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર સહિતના જિલ્લાઓમાં જાણે મન મુકીને વરસાદ તૂટી પડ્યો હોય તેવી રીતે વરસાદના અવાજે પણ ઘણાની નિંદ્રા તોડી નાખી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT