10 જૂન સુધી આકાશી આફતનું તોળાતું સંકટ, વરસાદને લઈ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: આ વર્ષે જાને ઉનાળાને રાજકીય રંગ લાગ્યો હોય તેમ સતત પક્ષપલટો કારે છે. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ કારે છે. આ દરમિયાન ગઈ કાલે સાંજે જાણે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. ત્યારે વરસાદને લઈ વધુ એક આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 28મી મેથી 10 જૂન સુધી વરસાદની શક્યતા રહેશે અને આ દરમિયાન જ અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર પણ જોવા મળશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણને લઈ આગાહી કરી છે કે 28 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે. અરબ સાગરમાં મધ્ય પ્રકારનું ચક્રવાત સર્જાશે. ચક્રવાતને કારણે ગુજરાતના ઘણા વિસ્તારમાં વરસાદ થઈ શકે છે. જેમાં રાજ્યના પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠું થઈ શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં માવઠું થઈ શકે છે. 28 મેથી 10 જૂન સુધીમાં વરસાદની શક્યતા રહેશે.

ભારે પવન ફૂંકાય તેવી શક્યતા
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 2 જૂને દરિયા કિનારા અને અન્ય વિસ્તારમાં ભારે પવન ફૂંકાવવાની શક્યતા રહેશે. 4 અને 5 જૂને પવન અને વંટોળથી ચોમાસાની સરી પોકારતા વાદળો આવશે અને રોહિણી નક્ષત્રનો વરસાદ અમુક ભાગમાં થવાની શક્યતા છે. 7 અને 8 જૂને દરિયામાં પવનનો ફેર બદલાવ થશે અને ધીમે-ધીમે સમય વાહી પ્રવાહ જોર પકડશે. 10 જૂનની આસપાસ કેટલાક ભાગમાં વરસાદની શક્યતા રહેશે. 14, 15 અને 17,18 જૂને ચોમાસાની ગતિવિધિ જણાશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT