અંબાજી ખાતે રોપ-વે, ગબ્બર, 51 શક્તિપીઠ પરિક્રમા, લાઈટ એન્ડ સાઉન્ડ શો આજે પણ રહેશે બંધ, આ કારણે લેવાયો નિર્ણય

ADVERTISEMENT

gujarattak
social share
google news

શક્તિસિંહ રાજપૂત, અંબાજી: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે મા જગતજનની અંબાના દર્શનાર્થે દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો અંબાજી આવતા હોય છે. અંબાજીમાં માતાજીના નિજ મંદિરના દર્શન કર્યા બાદ યાત્રાળુઓ અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા જતા હોય છે. આ દરમિયાન દર્શનાર્થીઓ રોપવેની સુવિધાનો લાભ લેતા હોય છે. વરસાદના પગલે આજે પણ રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં બિપોરજોય વાવાઝોડા બાદ પણ તેમની અસર સતત વર્તાઇ રહી છે, આ દરમિયાન ની અસર સતત વધી રહી છે. ત્યારે ગબ્બર રોપવે, ગબ્બર ટોચ,51 શકિતપીઠ અને લાઈટ એન્ડ સાઉન્ડ શો આજે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખરાબ વાતાવરણને પગલે યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંધ રાખવામાં આવ્યું છે. ગબ્બર રોપવે પણ 13 જૂનથી બંધ છે. ત્યારે આજે આજે પણ ખરાબ વાતાવરણને કારણે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

  ગબ્બર ખાતે ખરાબ વાતાવરણને પગલે યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ બંધ રાખવામાં આવ્યું છે.ગબ્બર શકિતપીઠ ના દર્શન આજે માઈ ભક્તો કરી શકશે નહીં.ગબ્બર ખાતે હાલમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.ભારે વરસાદના કારણે માઈ ભક્તો ગબ્બર પર્વત ખાતે દર્શન કરવા જઇ શકશે નહીં.ગબ્બર રોપવે પણ 13 જૂનથી બંધ છે.આજે ગબ્બર રોપવે શરૂ થવાનું હતું.વાતાવરણને ધ્યાનમાં લઈને હાલ રોપવેનો મુખ્ય ગેટ બંધ  જોવા મળ્યુ . ઉષા બ્રેકો તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે વાતાવરણ ખુલ્લું થતા રોપવે શરુ કરવામા આવશે.હાલમા માઇ ભકતો ગબ્બર તળેટી થીજ માતાજીનાં દર્શન કરી પરત ફરી રહ્યા છે .ગબ્બર ખાતે Gisfs ના જવાનો હાજર છે. જેઓ માઈ ભક્તોને એકાવન શક્તિપીઠ અને ગબ્બર ટોચ ઉપર મોકલતા નથી અને તેમને નીચેથી દર્શન કરવાનું સૂચન કરી રહ્યા છે.માઇ ભકતોની સુરક્ષા કારણોસર ગબ્બર ઊપર મોકલવામાં આવતા નથી.આજે ગબ્બર રોપવે નો મુખ્ય ગેટ બંધ હાલતમાં જોવા મળ્યો. આજે રવિવાર હોય માઈ ભક્તો મોટી સંખ્યામાં અંબાજી મંદિરના દર્શન કર્યા બાદ ગબ્બર ખાતે આવી રહ્યા છે પણ તેઓ નીચેથી દર્શન કરીને પરત ફરી રહ્યા છે.
ગબ્બર પાર્કિંગમાં વિશાળ વૃક્ષ ધરાશાયી 
વાવાઝોડા બાદની અસરોની વાત કરવામાં આવે તો દાંતા તાલુકામાં સૌથી વધુ અસર થઈ હોય તેવું લાગી રહ્યું છે. અનેક સ્થળો પર વૃક્ષો પડવાના બનાવો સામે આવી રહ્યા છે. તો કેટલાક વૃક્ષો પડવાના લીધે વાહન વ્યવહાર પણ થોડા સમય માટે બંધ જોવા મળ્યો હતો. અંબાજીથી ત્રણ કિલોમીટર દૂર ગબ્બર લાઈટ એન્ડ સાઉન્ડ પાસે આવેલા પાર્કિંગમાં ઊભેલું વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું. ભારે પવનના પગલે વૃક્ષ પડી ગયુ હતું. કોઈ જાનહાની થઈ ન હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT