AmbajI Latest News: અંબાજીમાં 5,000 આપો અને VIP દર્શન કરોનો કોંગ્રેસનો દાવો મંદિર વહીવટદારે ફગાવ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ambaji News: શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. આ ધામમાં માતાજીના ભક્તો માના ચરણોમાં શીશ નમાવવા અંબાજી આવે છે. હાલમાં ગુજરાતના સુપ્રસિદ્ધિ યાત્રાધામ ડાકોરમાં VIP દર્શનનો મામલો ચર્ચામાં આવ્યો છે. ત્યારે હવે ડાકોર બાદ યાત્રાધામ અંબાજી મંદિરમાં પણ VIP દર્શન થતા હોવાનું કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે આક્ષેપ કર્યો હતો. તેમનું કહેવું હતું કે અંબાજી માતાના દર્શન ગર્ભગૃહમાં પૂજા પાઠ સહિતની સુવિધાઓ વીઆઈપી રીતે કરવી હોય તો 5 હજાર રૂપિયામાં થઈ શકે છે. જેને લઈને વિવાદ સામે આવતા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મીડિયાને માહિતી અપાઈ હતી. અંબાજીની મુલાકાતે હેમાંગ રાવલ આવ્યા હતા અને આરોપ લગાવ્યા હતા. અંબાજી મંદિરના શક્તિદ્વાર પાસે વીઆઈપી પ્લાઝા આવેલું છે જેમાં ભક્તો દાન આપે તો તેને પ્રવેશ પાસ અપાય છે.

શું હતા કોંગ્રેસે લગાવેલા આરોપ

અંબાજી મંદિરમાં VIP દર્શન માટે 5 હજાર રૂપિયા લેવાતા હોવાના કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે આક્ષેપ કર્યા છે. અંબાજી આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે અંબાજી મંદિરમાં 5 હજાર રૂપિયા લઈને દર્શન કરાવતા હોવાના આક્ષેપ લઈને વધુ એક વિવાદ સર્જ્યો છે. અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં દર્શન કરવા હોય તો 5 હજાર રૂપિયા ચૂકવવા પડે છે તેમ તેમને જણાવ્યું હતું. અંબાજી આવેલા હેમાંગ રાવલે અંબાજી મંદિરમાં 5 હજાર રૂપિયા લઈને દર્શન કરાવતા હોવાના આક્ષેપ લઈને વધુ એક વિવાદ સર્જાયો છે. આ મામલે અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્માએ મીડિયાને માહિતી આપીને કોંગ્રેસના આ આક્ષેપો ફગાવ્યા હતા.

Ahmedabad News: આનંદ નિકેતન સ્કૂલમાં ધો.5ના ક્લાસમાં અચાનક ડ્રગ્સ-ન્યૂડીટી કન્ટેન્ટની ફિલ્મ શરૂ થઈ ગઈ

ADVERTISEMENT

શું કહ્યું અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્માએ

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સિદ્ધિ વર્માએ જણાવ્યું હતું કે, આ બે-ત્રણ દિવસથી અંબાજી મંદિરમાં VIP દર્શન માટે દાન સ્વરૂપે પૈસા સ્વીકારતા હોય એવી વાત જે છે એ મીડિયા સર્કલમાં ચાલી રહી છે. એ બાબતે સ્પષ્ટતા કરીએ તો મંદિર તંત્ર તરીકે અમે સંપૂર્ણ રીતે આનું ખંડન કરીએ છીએ. મંદિરમાં બધાને લોકતાંત્રિક રીતે દર્શન કરવાનો સમાન અવસર મળે છે. આજ સુધી કોઈપણ નીતિ નિયમમાં કોઈ પણ ચાર્જ લઈને અહીંયા દર્શનની વ્યવસ્થાઓ ઊભી કરવામાં નથી આવી. અંબાજી મંદિરના શક્તિદ્વાર પાસે VIP પ્લાઝા છે ત્યાં પણ મંદિર તંત્રનો સ્ટાફ નિયમિત રૂપે બેસે છે અને ત્યાં યાત્રીકો સ્વેચ્છાથી જે પણ નાની મોટી રકમ લખાવવા માંગે છે ભેટ સ્વરૂપે લખાવીને દર્શન કરાવીએ છીએ. પણ જે 5000ની રકમનો અત્યારે ઉલ્લેખ ચાલી રહ્યો છે કે એને લઈને દર્શન કરવામાં આવે છે એ વાત બિલકુલ તથ્યહીન છે. આ વાતને લઇ અમે સંપૂર્ણ રીતે તેનો ખંડન કરીએ છીએ. આ ઉપરાંત આવનાર સમયમાં આ પ્રકારના કોઈ નિર્ણય લેવામાં આવશે અથવા તો બનાવવામાં આવશે તો એને યાત્રિકોની વિનંતીના આધારે જ કરવામાં આવશે.

ADVERTISEMENT

થોડા મહિના અગાઉ મોહનથાળનો વિવાદ સામે આવ્યો

અંબાજી મંદિર ખાતે અગાઉ મોહનથાળનો વિવાદ આવ્યો હતો. જેમાં અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા વિવાદ સર્જાયો હતો. જેને લઈને ધાર્મિક સંસ્થાઓ અને લોકોએ આંદોલન કરવું પડ્યું હતું. જે બાદ કેટલીક સંસ્થાઓ અને ભક્તોએ તંત્ર સામે આંદોલન કરવું પડ્યું હતું. ત્યારે આ વખતે 5000 રૂપિયાના દર્શન માટે પણ વિવાદ આવ્યો હતો. હેમાંગ રાવલે જણાવ્યું હતું કે અંબાજી મંદિરના વહિવટદારને આ મામલે રજૂઆત કરાઈ છે.

ADVERTISEMENT

(શક્તિસિંહ રાજપૂત, અંબાજી)

    follow whatsapp

    ADVERTISEMENT