Ambaji News: 159 વર્ષથી અંબાજી આવતા નડિયાદના કંકોડિયા સંઘ દ્વારા માતાજીને 251 જાતના મીષ્ઠાન-ફરસાણનો ધરાવો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ambaji News: શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની શહેર ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠ ની વાત કરવામાં આવે તો આ શક્તિપીઠ દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. આવનારા થોડા દિવસ બાદ ભાદરવી મહાકુંભ અંબાજી ખાતે શરૂ થવાનો છે ત્યારે આજે શ્રાવણ માસના અંતિમ દિવસે (અમાવસે) અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં નડિયાદ ખેડા વિસ્તારના ભક્તો માતાજીના દર્શન કરવા આવ્યા હતા. આ સંઘ છેલ્લા 159 વર્ષથી અંબાજી ખાતે આવે છે અને અમાવસના દિવસે ધજા ચઢાવીને અન્નકુટ ધરાવે છે. અંબાલાલ રણછોડદાસ ની મંડળી નડિયાદથી અંબાજી વારાહી માતા પગપાળા સંઘ અંબાજી ખાતે દર વર્ષે આવીને માતાજીના મંદિરમાં દર્શન કરે છે અને આરાધના કરે છે. ત્યારબાદ ચાચર ચોકમાં રાત્રે ગરબા કરીને બીજા દિવસે અમાવસના દિવસે અન્નપુટ ધરાવતા હોય છે.

Kheda Politics News: આ તો ઉંધુ થયું, ભાજપના બળવાખોરોને કારણે કોંગ્રેસને મળી સત્તા, સોજિત્રામાં થયું કાંઈક આવું

નડિયાદથી પગપાળા આવે છે આ સંઘ

નડીયાદથી પગપાળા આવતો આ સંઘ શ્રાવણીયા સંઘ અને કંકોડીયા સંઘથી ઓળખાય છે. છેલ્લા ત્રણ ચાર દિવસમાં પાંચ લાખ કરતા વધુ લોકો ખેડાના નડિયાદ વિસ્તારના અંબાજી ખાતે આવતા હોય છે અને માતાજીના દર્શન કરતા હોય છે. આ સંઘના લોકોનું કહ્યું છે કે અમારા વડવાઓ પહેલા ગાડા લઈને ચાલતા નળિયાદથી આવતા હતા અને હાલમાં પણ આવા પરંપર અમે ચાલુ રાખે છે. અંબાજી ખાતે શ્રાવણ અમાસના દિવસે અન્નકૂટ ધરાવીએ છીએ. આમ કરવાથી અમારા ખેડૂતોનો પાક સારો થાય છે અને વરસાદ સારો આવે છે. તે માટે આ પરંપરા અમે ચાલુ રાખી છે. આજે અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો અન્નકૂટ આરતીમાં જોડાયા હતા અને બપોરે 12:00 વાગે માતાજીને રાજભોગ ધરાવ્યા બાદ અન્નકૂટ આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ ભક્તોને પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ સંઘમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

ADVERTISEMENT

(શક્તિસિંહ રાજપૂત, અંબાજી)

    follow whatsapp

    ADVERTISEMENT