અલ્પેશ ઠાકોરે હું તો જીતીશ જ પરંતુ ગુજરાતના દરેકે દરેક ખુણે કમળ ખીલી ઉઠશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાત ચૂંટણીના પગલે સત્તાધારી ભાજપ દ્વારા વધારે 12 ઉમેદવારોની યાદી બહાર પાડી છે. જેમાં વધારે 12 ઉમેદવારોને ચૂંટણીની જંગમાં ઉતારાયા છે. જેમાં ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ઉમેદવાર તરીકે અલ્પેશ ઠાકોરને ચૂંટણી જંગમા ઉતારાયા છે. ત્યારે આ પ્રસંગે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે GUJARATTAK સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મારી પસંદગી કરી તે બદલ ગુજરાત ભાજપનો હું આભારી છું. ભાજપ નેતાઓએ મારા પર વિશ્વાસ મુક્યો તેના માટે હું તમામ પ્રયાસો કરીશ. ત્રિપાંખીયા જંગ અંગે તેમણે જણાવ્યું કે, ગુજરાતની પ્રજા છેલ્લા 27 વર્ષથી વિકાસની રાજનીતિનું સમર્થન કરી રહ્યો છું.

ગુજરાતના લોકો ઇમાનદાર સરકારને પ્રેમ આપી રહ્યા છે
સુરક્ષીત ગુજરાત અને ઇમાનદાર સરકારને લોકો પ્રેમ આપી રહ્યા છે. જેથી ભાજપનો જંગ કોઇ સાથે છે જ નહી. ભાજપનો વધારે એક કાર્યકર્તાએ ભાજપની તાકાત છે. અમે વધારે લોકો સુધી પહોંચી અને સમસ્યા ઉકેલીએ તમારી આગામી કામગીરી રહેશે. ભાજપનું કમળ ગુજરાતના દરેકે દરેક ખુણે ખિલશે તેવું અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું.

ભાજપ દ્વારા અત્યાર સુધી કુલ 178 સીટો પર સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી
જો કે ભાજપ દ્વારા હજી સુધી કુલ 178 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. હવે માણસા, ખેરાલુ, રાવપુરા અને માંજલપુર બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત બાકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લી 16 બેઠકમાં અનેક પેચ ફસાયેલા હતા. જો કે અમિત શાહે આખરે તમામ બેઠકો પર સ્થિતિ સ્પષ્ટ કરી દીધી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT