બિપોરજોય વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્રના તમામ એરપોર્ટ બંધ, ઇમરજન્સી કે રેસ્ક્યુ માટે જ થશે ઉપયોગ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: બિપરજોય વાવાઝોડુ આજે રાત્રે ગુજરાત પર તૂટી પડશે. ગુજરાત પર આવી રહેલી આફતને લઈ તંત્ર સજ્જ છે. ત્યારે તંત્ર દ્વારા વિવિધ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. હવે સૌરાષ્ટ્રભરના એરપોર્ટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના તમામ એરપોર્ટનો ઉપયોગ ફક્ત ઇમરજન્સી કે રેસ્ક્યુ માટે જ કરવામાં આવશે.

વાવાઝોડાની તીવ્રતાને ધ્યાનમાં રાખી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ એરપોર્ટ પરથી ફ્લાઈટ રદ્દ કરી દેવામાં આવી છે.વર્ષો પછી આ પહેલી ઘટના છે જ્યારે માત્ર રાજકોટ એરપોર્ટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરના એરપોર્ટ પરથી ફ્લાઈટના ઓપરેશન બંધ કરાયા છે. રાજકોટની વાત કરીએ તો દિલ્હી, મુંબઈ અને સુરત જતી પાંચ ફ્લાઇટ રદ કરાઈ છે. રાજકોટ એરપોર્ટનો ઉપયોગ માત્ર ઇમરજન્સી કે રેસ્ક્યું માટે જ કરાશે. વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં લઈ રાજકોટમાં બે NDRF ટીમ અને બે હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય રખાયા છે.

તમામ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી
રાજકોટ સિવાય જામનગર, ભાવનગર, દિવ, કેશોદ સહિતના એરપોર્ટ પરથી પણ જતી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. તમામ એરપોર્ટનો ઉપયોગ ઈમરજન્સી ફ્લાઈટ લેન્ડ કે ટેકઓફ માટે જ થશે. જો કે આ અંગે મુસાફરોને અગાઉથી જ જાણ કરી દેવામાં આવી હતી જેથી મુસાફરોને પણ વાવાઝોડાની સ્થિતિમાં હાલાકીનો સામનો ન કરવો પડે. વાવાઝોડાને લઈ તંત્ર વધુ સતર્ક જોવા મળી રહ્યું છે. સંભવિત વાવાઝોડાને લઈ શક્ત એટલું ઓછું નુકશાન થાય તે પ્રયાસ તંત્ર કરી રહ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT