અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ નૌતમ સ્વામીને ચક્કર આવતા ઢળી પડ્યા, ભક્તો ચિંતામાં

ADVERTISEMENT

gujarattak
social share
google news
હેતાલી શાહ, ખેડા: વડતાલ ધામના સંત અને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ નૌતમ સ્વામી એકાએક ચક્કર આવતા ચાલુ સભામા ઢળી પડ્યા હતા. જોકે તેમને ડીહાઈડ્રેશન ને કારણે આમ થયુ હોવાનુ જાણવા મળી રહ્યુ છે. ગતરોજ ખેડાના કઠલાલામા અખીલ ભારતીય સંત સમિતન અધ્યક્ષ નૌતમ સ્વામી હિન્દુ ધર્મ સેનાના દિક્ષાંત સમારોહમા ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન સભા સંબોધિત  કરતી વખતે ચાલુ સભામાં પ્રવચન કરતા કરતા ઢળી પડતા એક સમયે કાર્યક્રમમા અફરાતફરી મચી હતી. જોકે સ્વામીની તબીયત સારી જણાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
ખેડા જીલ્લાના કઠલાલમા હિન્દુ ધર્મ સેનાનો દિક્ષાંત સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમા અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ તથા વડતાલ ધામના સંત નવતમ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી પણ ઉપસ્થિત રહેવાના હતા. પરંતુ કોઈ કારણોસર તેનો આવતા તેઓ ડિજિટલ માધ્યમથી આ કાર્યક્રમમાં લોકોને સંબોધિત કર્યા હતા. દરમિયાન દીક્ષાંત સમારોહ માં અખિલ ભારતીય સંત સમિતિ ના અધ્યક્ષ પ્રવચન આપી રહ્યા હતા તેઓ હિન્દુત્વ વિશે વાત કરી રહ્યા હતા. અને જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા એવામા જ એકાએક ચક્કર આવતા તે ઢળી પડ્યા હતા. સ્વામી એકાએક બેભાન થઈ જતા કાર્યક્રમમા ઉપસ્થિત સૌ કોઈ ગભરાઈ ગયા હતા. અને કાર્યક્રમમા ભાગદોડ મચી ગઈ હતી. હાલ આ વિડીયો સોશ્યલ મીડીયામા વાયરલ થઈ રહ્યો છે.
જાણો શું કહ્યું નૌતમ સ્વામીએ
જોકે નૌતમ સ્વામી જોડે ગુજરાત તકની ટીમે ટેલીફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યુ કે, ” તબિયત સ્થિર છે. હાલ તે તંદુરસ્ત છુ. જોકે, અચાનક ઢળી પડવાને કારણે કમરના ભાગે થોડી ઇજા થઇ છે. જેના કારણે હાલ આરામ કરવાનો છે.

ડીહાઈડ્રેશનના કારણે આ થયુ
આ બનાવ સંદર્ભે જિલ્લાના પ્રમુખ રાજન ત્રિપાઠી સાથે ટેલીફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, ઘટના સાચી છે. કઠલાલમાં આવેલ કચ્છ કડવા પાટીદાર સમાજ વાડી ખાતે ગઈ કાલે સાંજે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા પ્રેરિત હિંદુ ધર્મ સેના પદ નિયુક્તિ દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કઠલાલ શહેર અને તાલુકાના 700 થી વધુ કાર્યકરો જોડાયા હતા. આ અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા પ્રેરિત હિન્દુ ધર્મ સેનાના પદ નિયુક્તિ કાર્યક્રમમાં અધ્યક્ષ ગુજરાત અખિલ ભારતીય સંત સમિતિ અને વડતાલ ધામન નૌતમ સ્વામી, રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ અવિચલદાસજી મહારાજના અધ્યક્ષતામાં યોજાયો હતો. અને કાર્યક્રમના આગળના દિવસે તેમનો જન્મ દિવસ હતો. અને સતત કામનુ ભારણ હોવાથી આમ થયું હતું. જોકે હાલ સ્વામીની તબિયત સ્વસ્થ છે. એ સમયે તરતજ મોરસ ખાઈ લેવાયા બાદ તુરંત સ્વસ્થ થઈ ગયા હતા. ડીહાઈડ્રેશનના કારણે આ થયુ હતુ.

ADVERTISEMENT

follow whatsapp

ADVERTISEMENT