ગુજરાતમાં કલાકમાં 1,60,000 મત પડ્યા- કેવી રીતે બન્યું? અમદાવાદ, ભાવનગરમાં…: કોંગ્રેસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ ગુજરાતમાં ચૂંટણીને લઈને સતત સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. વડોદરાની માંજલપુર બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિનય ચૌહાણે હાલમાં જ મતદાનમાં 217 નંબરના બુથ પરના સીસીટીવી ચૂંટણી પંચ પાસે માગ્યા છે અને ચૂંટણી પંચ પાસે લેખિતમાં જવાબ માગ્યો છે કે મતદાન વખતે નિશ્ચિત સમયગાળામાં વધારાના મત ક્યાંથી આવ્યા. આ તરફ ગુજરાતની ચૂંટણીને લઈને કોંગ્રેસ નેતા અને મીડિયા તથા પ્રચારના પ્રમુખ પવન ખેરાએ ચૂંટણી પંચ પર મોટા સવાલ ઉઠાવ્યા છે. ઉલ્લેખનીય છે કે જો સવાલ છે તો નિશ્ચિત રીતે ચૂંટણી પંચે પણ આ સવાલોનું ખંડન કરવું જોઈએ અને તેના જવાબ પણ આપવા જોઈએ તેવું કોંગ્રેસ સાથે સાથે લોકો પણ માની રહ્યા છે, કારણ કે પવન ખેરાએ ગણિત રજુ કરીને ચૂંટણી પંચ જ નહીં પરંતુ ગુજરાતમાં થયેલી ચૂંટણીની વિશ્વસ્નીયતા પર પણ સવાલ કર્યા છે.

ગુજરાતમાં ઠેરઠેર છેલ્લા એક કલાકમાં 16 લાખ મત કેવી રીતે?- પવન ખેરા
પવન ખેરાએ કહ્યું કે, ચૂંટણી પહેલા અમે પુરી રીતે બે રાજ્યોમાં સરકારમાં હતા તો ચૂંટણી પછી અમે ત્રણ રાજ્યોમાં સરકારમાં રહ્યા, છતા મેજીક કોઈ બીજાનું જ ચલાવતા દેખાડવામાં આવે છે. ગત કેટલાક મહિનાઓમાં અમે સતત ચૂંટમી પંચમાં ગયા અલગ અલગ મુદ્દા પર સવાલ ઉઠાવ્યા, પ્રચાર સંબંધીત, આચાર સંહિતાના ભંગ, બાળકીનો ઉપયોગ કરાઈ રહ્યો હતો મોદીજીની સભા વખતે, પણ ન્યાય થઈ રહ્યો નથી, ન થતો દેખાઈ રહ્યો છે. ખુબ જ ગંભીર એક મુદ્દો છે ગુજરાત ચૂંટણીમાં, આપણે કેટલીક રિપોર્ટ્સ જોઈ હશે કે આખરી 1 કલાકમાં 16 લાખ મત બીજા તબક્કામાં પડ્યા. અમે સતત ફોર્મ 17 સી જે રિટર્નિંગ ઓફિસર દ્વારા અપાય છે તેના ડાયલિંગની જાણકારી મળે છે. પરંતુ વડોદરા અને અમદાવાદમાં સૌથી વધુ અને રાજકોટ અને સુરતમાં સામાન્ય થયું પણ અમદાવાદ-વડોદરાના આંકડામાં હેરાનીની વાત છે કે 1 મત આપવામાં જ્યાં 60 સેકન્ડ થાય છે, પણ અહીં એવરેજ કાઢીએ તો એક મત નાખવામાં 45 સેકન્ડ જ થવા જોઈએ. જોકે તે પ્રમાણે તો, બહાર ટ્રાફીક જામ થઈ જવો જોઈએ, પત્રકારો બતાવતા હતા કે ફીક્કુ મતદાન છે. પરંતુ છેલ્લા એક કલાકમાં 6.5 ટકા વધારો મતદાનમાં થયો છે. તેના પર અમે સવાલ ઊઠાવીએ છીએ. 144 રાવપુરાના સંજય પટેલના ત્યાંર 5 વાગ્યે 41 ટકા મતદાન થયું પણ 6 વાગ્યે 57.68 ટકા મતદાન થયું. ક્યાંથી આવ્યું આટલું મતદાન ન સંજય પટેલ જાણે છે, ન કોઈ બીજા ઉમેદવાર જાણે છે તે એક જ જાણે છે જેનો માલિક એક છે. અને આવી જ કહાની અમદાવાદ અને વડોદરાની દરેક બેઠકો પર જોવા મળી અને આવું ભાવનગર, સુરત, રાજકોટમાં પણ થયું છે. 1 કલાકમાં 16000 મત પડી જાય મતલબ કે 1 મિનિટમાં 57 વોટ, તમે કેલ્ક્યૂલેટ કરો કે કેવી રીતે શક્યતા છે, ના બહાર લાઈન છે ના અફરાતફરી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT