અમદાવાદની કે.ડી. હોસ્પિટલના સર્વર પર સાયબર એટેક, ડેટા માટે 70 હજાર ડોલરની કરી માગ
અમદાવાદ: દેશ અને દુનિયા એક તરફ ડિજિટલ ક્ષેત્રે સતત આગળ વધી રહી છે. ત્યારે બીજી તરફ સાયબર ક્રાઇમમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હી…
ADVERTISEMENT
અમદાવાદ: દેશ અને દુનિયા એક તરફ ડિજિટલ ક્ષેત્રે સતત આગળ વધી રહી છે. ત્યારે બીજી તરફ સાયબર ક્રાઇમમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હી એઇમ્સમાં થયેલા સાયબર એટેકની જેમ જ અમદાવાદની કે.ડી. હોસ્પિટલના સર્વર પર સાયબર એટેક કરવામાં આવ્યો છે.
સાયબર એટેક કરી કોમ્પ્યુટર સર્વરને નિશાન બનાવવામાં આવ્યું છે. રેન્સમવેર એટેકથી હોસ્પિટલનું સર્વર ડાઉન કર્યું છે. હોસ્પિટલની ફાઇલ, દર્દીના ડેટા અને સીસીટીવી સહિતના ડેટા ગાયબ થઇ ગયા છે. તમામ ડેટા પરત મેળવવા માટે 70 હજાર ડોલર બીટકોઈનમાં માંગવામાં આવ્યા છે. પૈસા ટ્રાન્ફર કર્યા બાદ ડેટા પરત આપવા જાણ કરવામાં આવી છે.
પોલીસને જાણ કરવામાં આવી
અમદાવાદની કેડી હોસ્પિટલમાં રેન્સમવેર સાયબર એટેકને લઈ પોલીસને જાણ કરવામાં આવી છે. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ સાથે સાયબર એક્સપર્ટ ટીમ પણ સાથે છે.
ADVERTISEMENT
સાયબર એટેકની ઘટનામાં સતત વધારો થયો
સાયબર એટેકની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે સાયબર ક્રાઈમ પણ અવાર નવાર નાગરિકોને સાવચેત અને સચેત રહેવા જરૂરી માહિતી પણ પુરી પાડી રહી છે. ત્યારે હવે સાયબર એટેકથી પૈસા પડાવવાના કિસ્સા શરૂ થવા લાગ્યા છે.
દિલ્હી AIIMS પર થયો અહતો સાયબર એટેક
23 નવેમ્બરે દિલ્હી AIIMSના મુખ્ય સર્વર પર સાયબર એટેક થયો હતો. દિલ્હી પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ શરૂઆતમાં તેને કોમ્પ્યુટરની ઘટના માની રહી હતી. તમામ AIIMS કોમ્પ્યુટરના એન્ટીવાયરસ લાયસન્સ સમાપ્ત થઈ ગયા હતા. હુમલામાં AIIMSના ચાર સર્વર, બે એપ્લિકેશન સર્વર, એક ડેટાબેઝ અને એક બેકઅપ સર્વર પ્રભાવિત થયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT