ટાયર કિલર બમ્પને અમદાવાદીઓએ જ કિલ કરી નાખ્યાઃ એવી લીધી પરીક્ષા કે…
અમદાવાદઃ એના પરથી રોંગ સાઈડ પર વાહન ચલાવવાનું જાણે એડવેન્ચર થતું હોય તેમ હાલમાં અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં મુકવામાં આવેલા ટાયર કિલર બમ્પ પર લોકોએ પોતાના…
ADVERTISEMENT
અમદાવાદઃ એના પરથી રોંગ સાઈડ પર વાહન ચલાવવાનું જાણે એડવેન્ચર થતું હોય તેમ હાલમાં અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં મુકવામાં આવેલા ટાયર કિલર બમ્પ પર લોકોએ પોતાના ટુવ્હીલર, ઓટો, સાયકલ જ નહીં મોઘી કાર પણ ફેરવી નાખી અને એ પણ રોંગ સાઈડમાં જ. અમદાવાદ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં ઠેરઠેર ટાયર કિલર બમ્પને ઈન્સ્ટોલ કરીને લોકોને રોંગ સાઈડ જતા અટકાવવાના પ્રયત્નો કરવાના પાયલોટ પ્રોજેક્ટ રૂપે શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં 48 કલાક પહેલા કામગીરી કરવામાં આવી હતી. જોકે ગણતરીના કલાકોમાં તેના ઉપરથી એક પછી એક વાહન રાઈટ સાડથી જ નહીં રોંગ સાઈડથી પણ જવા લાગ્યા. જાણે કે ખુદ અમદાવાદીઓ આ ટાયર કિલર બમ્પનું ટેસ્ટિંગ કરવા નીકળ્યા હોય. તેવામાં હવે વિગતો સામે આવી છે કે બમ્પના સ્પ્રિંગથી લઈને અન્ય જરૂરી પાર્ટ્સ પણ ડેમેજ થઈ ગયા છે. ટાયર કિલર બમ્પની ક્વોલિટીનું પણ ટેસ્ટિંગ અમદાવાદીઓએ કરી નાખ્યું હતું. જેમાં તંત્ર સદંતર ફેઈલ ગયું હોવાનું રિઝલ્ટ મળી રહ્યું છે.
બમ્પની કેપેસિટીનું પણ થઈ ગયું ટેસ્ટિંગ
અમદાવાદમાં પહેલી વખત કોર્પોરેશન દ્વારા ટાયર કિલર બમ્પનો અખતરો કરવામાં આવ્યો. એવું વિચારીને કે આ બમ્પથી રોંગ સાઈડ જનારા વ્યક્તિઓના ટાયર ફાટી જશે અને લોકો રોંગ સાઈડ જતા અટકશે. જોકે લોકોએ એક જ દિવસમાં પરીક્ષા કરી લીધી અને રોંગ સાઈડ પરથી બિન્દાસ્ત આ બમ્પ પર વાહન લઈને પસાર થઈ ગયા. હવે આ બમ્પ પર વાહનોની અવરજવરને કારણે બમ્પની સહન શક્તિનું પણ ટેસ્ટિંગ થઈ ગયું છે. 48 કલાકમાં તો બમ્પમાં કેટલીક ખામીઓ સર્જાવા લાગી છે. કેટલીક જગ્યાઓ પરથી સ્પ્રીંગ નીકળી ગઈ છે તો ક્યાંકથી ક્લિપ નીકળી ગઈ છે. સવાર સવારમાં જ કોર્પોરેશનના ટ્રાફિક એન્જિનિયર વિભાગનો સ્ટાફ અહીં આવી ગયો હતો અને બમ્પ રિપેર કર્યા હતા.
‘રાજ્યની સરકારે દલિતોની હત્યાનો છૂટો દૌર આપ્યો છે’- અમરેલી હત્યાને લઈ જીગ્નેશ મેવાણી લાલઘૂમ
કોર્પોરેશનનું કહેવું છે કે, આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ બમ્પ લગાવાયા છે. પહેલીવાર આવું કરવામાં આવ્યું છે તેથી આ પ્રયોગ કેટલો સફળ થાય છે તે અમે તપાસી રહ્યા છીએ. હાલ તેને રિપેરિંગ કરવાની કામગીરી કરી છે. સફળતા પછી અન્ય ચોક્કસ જગ્યાઓ પર લગાવવાના પ્રયાસો કરાશે.
ADVERTISEMENT
ADVERTISEMENT