અમદાવાદના વિદ્યાર્થીઓનો પ્રોજકટ નાસાએ કર્યો પસંદ, જાણો શું છે આ પ્રોજેક્ટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: કહેવાય છે કે આજના વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે. દેશની આવતીકાલ છે. ત્યારે વિજ્ઞાન તરફ આગળ વધેલા વિદ્યાર્થીઓ દેશ માટે ગૌરવરૂપ અનેક વાર પુરવાર થઈ ચૂક્યા છે. ત્યારે અમદાવાદના વિદ્યાર્થીઓએ દેશને ગૌરવ અપાયું છે. અમદાવાદની દિવ્યપથ સ્કૂલના 8 વિદ્યાર્થીઓએ મોકલેલો ‘નવપદ’ નાસા સ્પેસ સેટલમેન્ટ પ્રોગ્રામમાં પસંદગી પામ્યો છે.

નાસા દ્વારા દરવર્ષે વિશ્વકક્ષાએ નાસા સ્પેસ સેટલમેન્ટ નામની એક સ્પર્ધાનું આયોજન કરે છે. આ સ્પર્ધામાં આખા વિશ્વના ધોરણ 12 સુધીના હજારો વિદ્યાર્થીઓ ભાગ લે છે. ત્યારે અમદાવાદની દિવ્યપથ સ્કૂલના 8 વિદ્યાર્થીઓએ મોકલેલો ‘નવપદ’ નાસા સ્પેસ સેટલમેન્ટ પ્રોગ્રામમાં પસંદગી પામ્યો છે. આ પ્રોજેક્ટ જીવનની નવી શરૂઆત અંગે છે.

જાણો કોણ કોણ છે આ પ્રોજેક્ટમાં અને શું છે આ પ્રોજેક્ટ
‘NAVPAD’, સંસ્કૃત શબ્દ છે. તેનો અર્થ થાય છે ‘નવું પગલું’, કે જે આપણા જીવનની નવી શરૂઆત વિશે છે. આ પ્રોજેક્ટમાં તીર્થ શાહ, અપૂર્વ ખૂંટ, સત્યમ કુલકર્ણી, દેવર્ષિ પટેલ, ખુશી ઠક્કર, હેનીલ કનોડિયા, ડમાકલે રિયા અને આંશી રાવલ દ્વારા મોકલેલ પ્રોજેકટ “નવપદ” નાસા સ્પેસ સેટલમેન્ટ પ્રોગ્રામમાં પસંદગી પામ્યા છે. નવપદ” નામ રાખવા વિશે માહિતી આપતા ટીમ લીડર સત્યમ કુલકર્ણી જણાવે છે કે પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે જ્યાં જીવન અસ્તિત્વમાં છે. અંદાજે 40 લાખ પ્રજાતિઓ પૃથ્વી પર મળી આવે છે. માણસને કારણે-પ્રેરિત આફતો અને કુદરતી આફતોમાં પ્રજાતિઓ અને અન્ય જીવોના ભેદની ઉચ્ચ સંભાવનાઓ હોય છે. સજીવો તેથી આગોતરું આયોજન કરી જીવનના ભવિષ્યને સુરક્ષિત કરવાનો શ્રેષ્ઠ માર્ગ શોધે છે. અમે નવી જગ્યામાં નવું જીવન સ્થાયી કરવાનું આયોજન કરી રહ્યા છીએ.

ADVERTISEMENT

નાસાની સ્પર્ધામાં 25 હજાર જેટલા વિદ્યાર્થીઓએ લીધો ભાગ
આ મામલે શાળાના ડાયરેક્ટર સંજય પટેલે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટનું થ્રીડી મોડલ પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ એક પ્રકારનું સ્પેસશટલ છે. મંગળ ગ્રહના ઓરબીટ પર L5 પોઇન્ટ પર આ સ્પેસ શટલ મૂકી શકાય તેવો પ્રોજેક્ટ તૈયાર થયો છે. આ સ્પેસશટલમાં હ્યુમન લાઇફના તમામ એકઝિસ્ટન્સ હોય છે. સ્કૂલ, કોલેજ બિલ્ડિંગ હોય, ખેતી થાય છોડ પણ ઉગે તેવો 50 પાનાંનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટને નાસા દ્વારા સિલેક્ કરવામાં આવ્યો છે. નાસાની સ્પેસ સેટલમેન્ટ સ્પર્ધામાં અંદાજે 25 હજાર વિદ્યાર્થીઓએ આખી દુનિયામાંથી ભાગ લીધો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT