Ahmedabad: રથયાત્રાના રૂટ પર છે 287 જર્જરિત મકાનોઃ જાણો આ ઈમારતોના નામ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અમદાવાદમાં આગામી સમયમાં રથયાત્રા યોજાવા જઈ રહી છે. જેને લઈને પોલીસ, ફાયર, આરોગ્ય અને સ્થાનિક કોર્પોરેશન પણ તૈયારીઓમાં લાગી ગયું છે. હાલમાં જ જાણકારી સામે આવી છે કે, રથયાત્રાના રૂટમાં જ કુલ 287 ભયજનક ઈમારતો છે. કોર્પોરેશનના આદેશ પ્રમાણે આ મકાનો અત્યંત ભયજનક હોવાને કારણે આ ઈમારતોનો કોઈ વ્યક્તિએ ઉપયોગ નહીં કરવો ઉપરાંત આ ઈમારતોની આસપાસ વધારે વ્યક્તિએ ભેગા પણ થવું નહીં. જેથી જ્યારે પણ રથયાત્રા અહીંથી પસાર થઈ રહી હોય ત્યારે જાનહાની થવાની સંભાવનાઓને ઘટાડી શકાય.

287 પૈકીના 63 ટકા જોખમી મકાન માત્રા ખાડિયામાં
અમદાવાદમાં આગામી દિવસોમાં 146મી રથયાત્રા નીકળવાની છે. હાલમાં જ જળયાત્રાની વિધિ પૂર્ણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રથયાત્રાામં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોવાને કારણે તંત્રને માથે પણ મોટી જવાબદારી ઊભી હોય છે. હાલમાં 15 દિવસ સુધી એક વિધિ પ્રમાણે જગન્નાથ સરસપુરમાં પોતાના મોસાળામાં રોકાણ કરશે. જે પછી નીજ મંદિરે આવ્યા પછી નગર ફરવા ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથમાં બેસીને નીકળશે. આ દરમિયાન કોઈ આકસ્મિક ઘટનાને કારણે જીવ જોખમાય નહીં તેની તમામ તકેદારીઓ તંત્ર લેતું હોય છે.

દર વર્ષની માફક કોર્પોરેશને આ વખતે પણ રથયાત્રાના રૂટનો સર્વે કર્યો હતો. જેમાં જાણકારી સામે આવી છે કે કુલ 287 મકાનો આ રુટ પરના ભયજનક સ્થિતિમાં છે. ઉલ્લેખનીય છે કે આ 287 પૈકીના 180 ભયજનક મકાનો તો માત્ર ખાડિયામાં જ છે. અહીં 63 ટકા ઈમારતો જર્જરિત અવસ્થામાં છે.

ADVERTISEMENT

અમદાવાદમાં સાવરણી વેચનારાએ 4 વર્ષની બાળકીનું કર્યું કિડનેપિંગ, સાળા-બનેવીને ધરપકડ

ભયજનક મકાનોની સંક્ષિપ્ત યાદી
માંગીલાલ શાહ દુ. નં. બેથી પાંચ, નગીનાપોળ જમાલપુર
ભાવિન શાહ શ્રી ચિંતામણિ સ્ટોર્સ શાહપુર
વર્ધમાન બ્રધર્સ ચોખા બજાર રોડ શાહીબાગ
સૂરજ ટ્રેડર્સ દયાળ ટ્રેડિંગવાળું મકાન શાહીબાગ
ઈમામશા બાવાઝ રોઝા પીરાણા ડહેલાના નાકે જમાલપુર
રમેશભાઈ-અન્ય તંબુચોકી પાસે દરિયાપુર
પી. ડી. ધનજીભાઈ & સન્સ જમાલપુર ચકલા જમાલપુર
અશોક મોદી ૧૨૧૭, જમાલપુર ચકલા જમાલપુર
મુસ્તુફા કસાઈનું ડહેલું જમાલપુર દરવાજા જમાલપુર
સબ્બીરમિયા ઠાકોર ફઝલ સ્ટોરની ઉપર જમાલપુર
સાગર ટ્રેડર્સ મરિયમ મેટરનિટીની બાજુમાં જમાલપુર
દેવાંગ શાહ લબ્ધિ સ્ટોર્સ શાહપુર
જાની જયંતીભાઈ ઠક્કર લાલજીભાઈનું મકાન શાહીબાગ
ગોપાલ ટ્રેડિંગ ૪૩૧, ચોખાબજાર શાહીબાગ
દિલીપ ભટ્ટ દુકાન નં. ૧, નગીનાપોળ જમાલપુર
કાળુભાઈ ધોબી આયુર્વેદિક દવાખાનું શાહપુર
મીરચી મૌલવીનું ડહેલું મુસ્તુફા મહેલની સામે જમાલપુર
રાજીવ ટ્રેડિંગ ચોખાબજાર રોડ શાહીબાગ
ભગવાન લીલાશા પારસીચાલનું મકાન દરિયાપુર
પ્રેમચંદ સોની પ્રેમદરવાજા બહાર શાહીબાગ
નિશાંત ચા ચોખાબજાર રોડ શાહીબાગ
સત્યનારાયણ સ્ટોર્સ શાહપુર પગથિયા શાહપુર
લચ્છીરામ શાહ ચોખાબજાર રોડ શાહીબાગ

    follow whatsapp

    ADVERTISEMENT