AHMEDABAD: ગુજરાત પર ધરતીકંપ જ નહી વિનાશક ખતરો મંડરાઇ રહ્યો છે
અમદાવાદ : હાલમાં ગ્લોબલ વોર્મિંગના કારણે અનેક એવી ઘટનાઓ બની રહી છે કે જેના કારણે સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે કે, માનવજાતથી કુદરત રૂઠી ચુકી…
ADVERTISEMENT
અમદાવાદ : હાલમાં ગ્લોબલ વોર્મિંગના કારણે અનેક એવી ઘટનાઓ બની રહી છે કે જેના કારણે સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે કે, માનવજાતથી કુદરત રૂઠી ચુકી છે. તુર્કીમાં ભયાનક ભુકંપના કારણે 45 હજારથી વધારે લોકોનાં મોત થઇ ચુક્યાં છે. હજી પણ ભુકંપના અનેક ઝટકાઓ આવી ચુક્યા છે. જો કે હવે ગુજરાત માટે પણ ખુબ જ આંચકાજનક અને લાલબત્તી સમાન રિપોર્ટ આવ્યો છે.
ઇસરો દ્વારા પણ ગુજરાત અંગે ચોંકવનારો ઘટસ્ફોટ કરાયો હતો
ઇસરોના એક અભ્યાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં કારણે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રતિવર્ષે કેટલાક સેન્ટીમીટર ધસી રહ્યાં છે. હવે ફરી એક ચોંકાવનારો અભ્યાસ સામે આવ્યો છે. અમદાવાદના PRLના રિટાયર્ડ વૈજ્ઞાનિક ડૉ.રાજમલ જૈને ચોંકાવનારો દાવો કર્યો છે. ગુજરાત પર ભયાનક ખતરો મંડરાઈ રહ્યો છે.
દરિયાનું તાપમાન સતત વધી રહ્યું છે જે ગુજરાત માટે ચિંતાજનક
ડૉ. રાજમલ જૈને સંશોધનના આધારે અનેક ચોંકાવનારા દાવાઓ કર્યા. દરિયાનું તાપમાન અને દરિયાનું જળસ્તર સતત વધી રહ્યું છે. આગામી સમયમાં દરિયાની આસપાસના ગામડાઓ દરિયામાં સમાઇ શકે છે. US સેટેલાઈટના 1978 થી 2018 સુધીના ડેટાનું એનાલિસીસ કર્યા બાદ આ દાવો કર્યો હતો. જૈનના અનુસાર ગુજરાતના દરિયાના જળસ્તરની સપાટી સતત વધી રહી છે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાને કારણે સમુદ્રનું તાપમાન અને જળ સપાટી બંન્ને ભયજનક સ્તરે વધી રહ્યા છે. ગુજરાતમાં સતત વધી રહેલા કાર્બન ડાયોકસાઇડના કારણે સ્થિતિ દિવસેને દિવસે સતત વિકટ બની રહી છે. તેમાં પણ ખાસ કરીને કચ્છ અને વલસાડમાં સ્થિતિ સૌથી વધારે ખરાબ થશે.
ADVERTISEMENT
ગુજરાતના ભૌગોલિક ઇતિહાસનો અભ્યાસ કરતા ઘટસ્ફોટ થયો
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ગુજરાતના 42 વર્ષના ભૌગોલિક ઈતિહાસનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કચ્છમાં સૌથી વધુ દરિયાઈ ધોવાણ થઇ રહ્યું છે. જ્યાં 45.9 ટકા જમીનનું ધોવાણ થયું છે. વૈજ્ઞાનિકોએ ગુજરાતને ચાર રિસ્ક ઝોનમાં વિભાજિત કર્યું. જેમાં દરિયાકાંઠાનો 785 કિમી વિસ્તાર ઉચ્ચ જોખમવાળા ક્ષેત્રમાં જ્યારે 934 કિલોમીટર વિસ્તારમાં મધ્યથી ઓછા જોખમની શ્રેણીમાં સમાવવામાં આવ્યો હતો. આ વિસ્તારો જોખમી ક્ષેત્રમાં આવે છે કારણ કે અહીં દરિયાના પાણીનું સ્તર ખુબ જ ઝડપથી વધી રહ્યું છે.
વલસાડ અને કચ્છ પર સૌથી વધારે ખતરો
દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લાના કેટલાક ગામો હાલ સૌથી મોટા અને વધારે ખતરા હેઠળ છે. ઉમરગામ તાલુકાના 15 હજાર જેટલા લોકોના જીવ જોખમમાં છે, કારણ કે દરિયાનું પાણી ગમે ત્યારે તેમના ઘરમાં પ્રવેશી જશે. ઉમરગામ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સચિન માછીના અનુસાર દમણ તંત્ર જે રીતે 7 થી 10 કિલોમીટર લાંબી પ્રોટેક્શન દિવાલ બનાવી છે. તેવી જ રીતે ગુજરાત સરકારે 22 કિલોમીટર લાંબી પ્રોટેક્શન દિવાલ બનાવવી જોઈએ.
ADVERTISEMENT
1900 ની સાલ પછી અસામાન્ય રીતે તાપમાનમાં વધારો
વર્ષ 1900 પછી દરિયાના જળસ્તરમાં અસામાન્ય રીતે વધારો થઈ રહ્યો છે. તાપમાન 2 ડિગ્રી વધતા સમુદ્રનું જળસ્તર 2થી 6 મીટર સુધી વધે છે. જો તાપમાન 5 ડિગ્રી વધે ત્યારે જળસ્તરમાં 19થી 22 મીટર સુધીનો વધારો થવા લાગે છે. 3 હજાર વર્ષ બાદ દરિયાઈ જળસ્તરમાં ઝડપથી વધારો ચિંતાનો વિષય બની ચુક્યો છે. દરિયો છેલ્લા 11 હજાર વર્ષ બાદ સૌથી વધારે ગરમ છે. દરિયાઈ જળસ્તરમાં દર વર્ષે સરેરાશ 0.15 મીટર સુધીનો વધારો થઇ રહ્યો છે. જળસ્તર વધવાથી સમુદ્ર કિનારાના શહેરો સમુદ્રમાં સમાઈ જશે અને સમુદ્ર કિનારાના શહેરોમાં દરિયાના પાણી ફરી વળવાનું પણ જોખમ રહે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT