Ahmedabad News: મેટ્રોમાં સપ્તાહના સામાન્ય દિવસોમાં 90,000 અને રજામાં 75,000 મુસાફરોએ કર્યો પ્રવાસ
Ahmedabad News: અમદાવાદમાં મેટ્રો રેલ સેવાને એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષ પૂર્ણ થયાથી અમદાવાદ મેટ્રો રેલ દ્વારા કેટલીક માહિતીઓ જાહેર કરવામાં આવી છે.…
ADVERTISEMENT
Ahmedabad News: અમદાવાદમાં મેટ્રો રેલ સેવાને એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષ પૂર્ણ થયાથી અમદાવાદ મેટ્રો રેલ દ્વારા કેટલીક માહિતીઓ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત મેટ્રો રેલનો એક વર્ષમાં અઠવાડિયાના સામાન્ય દિવસોમાં સરેરાશ ૯૦ હજાર તથા રજાના દિવસોમાં સરેરાશ ૭૫ હજાર મુસાફરો પ્રવાસ કર્યો છે.
‘દર 12 મિનિટે મેટ્રો સેવા અપાય છે’
આપને ખ્યાલ હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેટ્રો રેલ સેવાને ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ શરૂ કરાવેલી તેને હવે એક વર્ષ થઈ ગયું છે. વિભાગે જણાવેલી વિગતો પ્રમાણે શહેરી વિકાસ વિભાગનો હવાલો પણ ધરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં આ મેટ્રો રેલ સેવાઓથી શહેરી પરિવહન સુખાકારીને વધુ સુવિધાસભર અને સંગીન બનાવવા સમયાંતરે સમીક્ષા પણ કરતાં રહે છે. આ એક વર્ષમાં મેટ્રો રેલમાં સામાન્ય દિવસોમાં સરેરાશ ૯૦ હજાર તથા રજાના દિવસોમાં સરેરાશ ૭૫ હજાર મુસાફરોએ પ્રવાસ કર્યો છે. વહેલી સવારના પ્રવાસીઓની જરૂરિયાતને પહોંચી વળવા સવારના કલાકોમાં વધારાની ટ્રીપ શરૂ કરવામાં અવી છે. પ્રારંભે ૩૦ મિનિટના અંતરે મેટ્રોની સેવા મળતી હતી હવે દર ૧૨ મિનિટે મેટ્રોની સેવા આપવામાં આવે છે. મેટ્રો સેવાઓનો સમય સવારે ૯થી રાત્રિના ૮ વાગ્યા સુધીનો હતો, જે હવે સવારે ૬:૨૦થી રાત્રિના ૧૦ વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.
Gujarati BSF News: ગુજરાત BSFના નવા IG તરીકે દિપક ડામોરની નિમણૂક
અમદાવદામાં ટુ-વ્હીલર, રિક્ષા, કાર જેવા વાહનોના વપરાશકર્તાઓએ હવે સલામત અને અનુકૂળ મુસાફરીને કારણે મેટ્રોનો વિકલ્પ પસંદ કરે તે સરાહનીય છે. જો બેથી ત્રણ મુસાફરો વચ્ચે એક વાહનની ગણતરી કરવામાં આવે તો આ વર્ષ દરમિયાન અમદાવાદના રોડ પર વાર્ષિક અંદાજે ૭૦ લાખ જેટલા વાહનોની અવર-જવારમાં ઘટાડો થયો હોવાનું અનુમાન કરી શકાય તેવું વિભાગ માને છે. પરિણામે રસ્તા પરના ટ્રાફિકમાં રાહત મળી હતી અને શહેરના વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનો દાવો પણ કર્યો છે.
ADVERTISEMENT
આવક ઊભી કરવાના નવા રસ્તા અપનાવાયા
આપને જણાવી દઈએ કે, મેટ્રો ટ્રેનમાં વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશનથી થલતેજ મેટ્રો સ્ટેશન સુધીની મુસાફરી માત્ર ૩૯ મિનિટમાં થાય છે જ્યારે APMC થી મોટેરા સુધીની મુસાફરી માત્ર ૩૨ મિનિટમાં થાય છે. જેના કારણે મેટ્રો, એક વિશ્વસનીય, સલામત અને આરામદાયક મુસાફરી માટેનું પરિવહન સાબિત થયું છે. ક્રિકેટ મેચ, તહેવારના દિવસો, ભારે વરસાદના દિવસોમાં વિશેષ જરૂરિયાતને પહોંચી વળવા મેટ્રો ટ્રેનની સેવાઓ પુરી પાડવામાં આવે છે. મેટ્રો સ્ટેશનોને અમદાવાદની સ્થાનિક સંસ્કૃતિ, વિશેષતાઓ અને હેરિટેજ સ્મારકોની ઝાંખી દર્શાવતા આર્ટવર્કથી સુશોભિત કરવામાં આવ્યા છે. આ એક વર્ષમાં ક્રિકેટ મેચ દરમિયાન ટ્રેન રેપિંગ, પ્રમોશનલ ઈવેન્ટ્સ, ફિલ્મ શૂટિંગ વગેરે જેવી અન્ય આવક ઉભી કરવાની પ્રવૃત્તિઓ પણ શરૂ કરાઇ છે, જેથી ટ્રેનના ભાડા સિવાય અન્ય આવક પણ થાય છે.
ADVERTISEMENT
ઉત્તર-દક્ષિણ કોરિડોર હવે મોટેરાથી આગળ ગાંધીનગર સુધી લંબાવવામાં આવી રહ્યો છે, આવતા વર્ષે તેનો શુભારંભ કરવાનું આયોજન જીએમઆરસીએ કર્યું છે. વિભાગનો દાવો છે કે, મોટેરાથી ગાંધીનગરનો આ કોરિડોર અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મહત્વપૂર્ણ લીંક સાબિત થશે અને બંને શહેરોના મુસાફરોને ટ્રાફિકની ભીડમાંથી મોટી રાહત મળશે તથા બન્ને શહેરના વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થશે. રાજ્ય સરકારે નાગરિકોને ફાસ્ટ મોબિલિટી સાથેની અદ્યતન પરિવહન સુવિધાઓ આપવાની પ્રતિબદ્ધતા સાથે કાર્યરત કરેલી મેટ્રો મુસાફરોની પસંદગી અને પ્રાથમિકતા બની ગઈ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT