Ahmedabad News: બોલો ફાર્મસી કાઉન્સિલની ચૂંટણીમાં બેલેટ પેપર જ ચોરી
Ahmedabad News: અમદાવાદમાં મહિલા ફાર્માસિસ્ટના ઘરે ચોરીની ઘટના ઘટી છે, જોકે અહીં આપ વિચારતા હોય તેવી કોઈ ધન કે સોના-ચાંદીની ચોરી નહીં પણ બેલેટ પેપરની…
ADVERTISEMENT
Ahmedabad News: અમદાવાદમાં મહિલા ફાર્માસિસ્ટના ઘરે ચોરીની ઘટના ઘટી છે, જોકે અહીં આપ વિચારતા હોય તેવી કોઈ ધન કે સોના-ચાંદીની ચોરી નહીં પણ બેલેટ પેપરની ચોરીની ઘટના ઘટી છે. આ બેલેટ પેપર ફાર્મસી કાઉન્સિલની ચૂંટણીનું બેલેટ પેપર હતું.
કાઉન્સિલમાંથી હોવાનું કહી ઘરેથી પેપર લઈ ગયા
પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી દસ વર્ષ બાદ ફાર્મસી કાઉન્સિલની ચૂંટણી થવા જઈ રહી છે. આ જ કાઉન્સિલની અગાઉની ચૂંટણી વખતે બેલેટ પેપર બારોબાર પોસ્ટ ઓફિસમાંથી જ ચોરાઈ ગયાની ફરિયાદો ઉઠી હતી. હવે મહિલા ફાર્માસિસ્ટના ઘરેથી બેલેટ પેપર ચોરાયાની વિગતો સામે આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફામાસિસ્ટ મહિલાના ઘરે કોઈ ફાર્મસી કાઉન્સિલમાંથી આવું છું આવું કહીને તેમના પુત્ર પાસેથી બેલેટ પેપર લઈ ગયા હોવાની ઘટના બની છે. જેને લઈને ચૂંટણીમાં ગેરરીતિની સંભાવનાઓ જોવાઈ રહી છે. ફારમાસિસ્ટ ના હોય તેવા લેભાગુ લોકો આ બેલેટ ઉઘરાવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે આ મામલાઓને લઈને ચૂંટણી અધિકારી દ્વારા હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી. આ વખતની ચૂંટણી ફેર રીતે યોજાય તેવી સહુની આશાઓ પર આ પ્રકારની ઘટનાઓ પાણી ફેરવી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT