અમદાવાદની 50 લાખની લૂંટના કેસમાં ફરિયાદી સહિત પોલીસે 5ને ઝડપ્યા

ADVERTISEMENT

અમદાવાદની 50 લાખની લૂંટના કેસમાં ફરિયાદી સહિત પોલીસે 5ને ઝડપ્યા
અમદાવાદની 50 લાખની લૂંટના કેસમાં ફરિયાદી સહિત પોલીસે 5ને ઝડપ્યા
social share
google news

અમદાવાદઃ અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં 50 લાખની લૂંટની ઘટના બની હતી. જેમાં શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફરિયાદી સહિત 5ને ઝડપી પાડવામાં આવ્યા છે. ગત શુક્રવારે ફિલ્મી સ્ટાઈલમાં લૂંટણી ઘટના બની હતી. જેના કારણે વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી. જોકે પોલીસે થોડા જ દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને હવે આરોપીઓ સામે કોર્ટ કાર્યવાહી શરૂ થઈ છે.

લૂંટના આરોપીઓની ઉંમર 30 વર્ષ કરતા નાની
અમદાવાના નહેરુનગર બ્રિજ વિસ્તારમાં ગત શુક્રવારે આંગડિયા પેઢી ના 50 લાખ રૂપિયા લૂંટવાની ઘટના બની હતી. લૂંટારુઓે 50 લાખ રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા હતા. જોકે ગણતરીના કલાકોમાં જ પોલીસે કેસ સોલ્વ કરતા લૂંટારુઓ સુધી પહોંચી ગઈ હતી. જોકે પોલીસને શરૂઆતથી જ આ કેસમાં ફરિયાદ કરનાર કમલેશ પ્રજાપતિ નામના શખ્સ પર શંકા હતી. લૂંટના આ કેસમાં લગભગ મોટા ભાગે તમામ 30 વર્ષ કરતા નાની વયના છે. મતલબ કે સાવ લવરમુછિયાઓ દ્વારા આ લૂંટને અંજામ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. લૂંટારૂઓમાં 25 વર્ષનો અશ્વિન પ્રજાપતિ, 22 વર્ષીય કમમલેશ પ્રજાપતિ, 27 વર્ષનો મેહુલ રાજપુત, 27 વર્ષનો સૌરભ કાંબલે અને 24 વર્ષનો મયંક જયસ્વાલ શામેલ છે.

BJP નેતાનું એલર્ટઃ ‘કર્ણાટક જેવું ગુજરાતમાં ના થાય…’

પોલીસને પહેલાથી જ હતી શંકા
પોલીસ મોટા ભાગે લૂંટ અને અન્ય ગુનાઓમાં ગુના સાથે જોડાયેલી દરેક વ્યક્તિ પર શંકા સેવે છે, આ એક ઈન્વેસ્ટિગેશનનો જ ભાગ છે. પોલીસે આ કેસમાં પણ લૂંટની ઘટનામાં સૌથી પહેલા સામે આવેલા ફરિયાદી પર શંકા કરી હતી. જોકે પોલીસને થોડા જ સમયમાં શંકા પર વિશ્વાસ પણ થવા લાગ્યો હતો. દરમિયાનમાં પોલીસે કમલેશ પ્રજાપતિ અને અશ્વિનની પુછપરછમાં જાણ્યું કે, તે લોકો છેલ્લા 15 દિવસથી આ લૂંટને અંજામ આપવાની પ્લાનીંગમાં હતા. તેમણે મેહુલ, મયંક અને સૌરભનો આ લૂંટમાં સંપર્ક કર્યો હતો. તેઓ કોલ પર સંપર્કમાં હતા અને ફિલ્મી ઢબે લૂંટને અંજામ આપવાનું પ્લાનીંગ હતું. જોકે લૂંટ સફળ પણ થઈ હતી.

ADVERTISEMENT

લૂંટમાં કોને કેટલો મળ્યો ભાગ
50 લાખની માતબર રકમની લૂંટ પછી નક્કી થયા પ્રમાણે આખરે લૂંટના માસ્ટર માઈન્ડ કમલેશને 25 લાખ, અશ્વિન અને મેહુલને 10-10 લાખ તથા સૌરભ અને મયંકને 2.5 લાખ મળવાના નક્કી કરાયા હતા. આ શખ્સોએ આંગળીયા પેઢીના રૂપિયાને રતનપોળ તરફ લઈ જવાઈ રહ્યા હતા ત્યારે નહેરુ બ્રિજ પાસે ટુ વ્હીલર પર શખ્સો આવીને ટક્કર મારી હતી. અકસ્માતના બહાને રૂપિયા ભરેલી બેગ લઈ તેઓ લાલદરવાજા તરફ ફરાર થઈ ગયા હતા. જેમાં ફરિયાદ કરનાર જ આરોપી હોવાનું અને સમગ્ર લૂંટનું પ્લાનીંગ પણ તેનું હોવાનું સામે આવ્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT