અમદાવાદ-મુંબઈ હાઈવે પર 36 કલાક માટે વાહનોની આવ-જા પર પ્રતિબંધ, જાણો શું છે કારણ
અમદાવાદ: દેશના સૌથી મહત્વપૂર્ણ એવા અમદાવાદ-મુંબઈ હાઈવે પર 36 કલાકનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ દરમિયાન હાઈવે પર ભારે વાહનો માટે પ્રવેશ બંધી મૂકાઈ છે.…
ADVERTISEMENT
અમદાવાદ: દેશના સૌથી મહત્વપૂર્ણ એવા અમદાવાદ-મુંબઈ હાઈવે પર 36 કલાકનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ દરમિયાન હાઈવે પર ભારે વાહનો માટે પ્રવેશ બંધી મૂકાઈ છે. આ પાછળનું કારણ છે મહારાષ્ટ્રના નવી મુંબઈ ખાતા મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારંભનું આયોજન કરાયું છે. જેમાં ધર્મગુરુ અપ્પાસાહેબ ધર્માધિકારીને સન્માનિત કરશે. કાર્યક્રમમાં 20 લાખથી પણ વધુ લોકોના આવવાનો અંદાજ છે, જેને લઈને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે અમદાવાદ-મુંબઈ હાઈવે નં.48ને ઉમરગામના નંદીગ્રામથી મહારાષ્ટ્ર તરફના 36 કલાક માટે બંધ કરાયો છે.
વલસાડના ઉમરગામથી મહારાષ્ટ્ર જતા અમદાવાદ-મુંબઈ હાઈવે નં.48 પર 36 કલાક માટે ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવતીકાલે 16મી એપ્રિલે પાલઘરના ધર્મ ગુરુ અપ્પા સાહેબ ધર્માધિકારીને સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમ નવી મુંબઈના ખાર્ગર ખાતે યોજવામાં આવ્યો છે.જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ વિવિધ વિભાગોના મંત્રીઓ પણ હાજર રહેવાના છે.
જેને લઈને 15મી એપ્રિલે બપોરે 12 વાગ્યાથી 16મીએ રાત્રે 12 વાગ્યા સુધી હાઈવે પર ભારે વાહનોના ટ્રાફિકને ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માટે મહારાષ્ટ્રના વહીવટી તંત્ર દ્વારા એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ-મુંબઈ હાઈવે પર ડાયવર્ઝન આપીને વાહન વ્યવહાર બંધ રાખવા માટે સૂચના અપાઈ છે. જોકે આ દરમિયાન પોલીસ વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સહિતની આવશ્યક સેવાના વાહનોને પરવાનગી અપાઈ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT