અમદાવાદઃ છેડતી કરનારને યુવતીની માતાએ ખખડાવ્યો છતા ના માન્યો, લોકોએ આપ્યો મેથીપાક
અમદાવાદઃ અમદાવાદના મણિનગર વિસ્તારમાં વધુ એક ગુનાની વિગતો સામે આવી છે. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં ગુનાખોરીની ઘટનાઓ રોજીંદી બનતી જાય છે. અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં એક…
ADVERTISEMENT
અમદાવાદઃ અમદાવાદના મણિનગર વિસ્તારમાં વધુ એક ગુનાની વિગતો સામે આવી છે. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં ગુનાખોરીની ઘટનાઓ રોજીંદી બનતી જાય છે. અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં એક છેડતીની ઘટના સામે આવી છે. જેમાં યુવતીની માતાએ શખ્સને ખખડાવ્યા છતા તેણે પોતાના કારનામા બંધ કર્યા ન્હોતા. આખરે ગત રાત્રે તેણે યુવતીની ફરી છેડતી કરતા લોકોએ તેને મેથીપાક આપ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.
સુરતી ઉદ્યોગપતિએ વિરાટ કોહલીને ભેટ આપવા તૈયાર કરાવ્યું હીરા જડેલુ બેટ, કિંમત કેટલી?
યુવતીના પરિજનોને યુવક પરેશાન કરતો હોવાની ખબર પડી અને…
મણિનગરમાં ગુરુવારની રાત્રે એક વિસ્તારમાં શખ્સે રસ્તે ચાલતી જતી યુવતીની છેડતી કરી હતી. જેની જાણ લોકોને થઈ અને ટોળા ભેગા થઈ ગયા અને જોત જોતામાં ટોળું યુવકને ફરી વળ્યું હતું. યુવકને માર મારીને તેને પોલીસને હવાલે કર્યો હતો. મણીગર પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ શખ્સનું નામ શેરખાન આફતાબ પઠાણ છે જે ઈસનપુરનો રહેવાસી છે. આ શખ્સ રિક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. 15 દિવસ પહેલા જ યુવતીની માતાએ તેને ખખડાવ્યો હતો. પરિવારને જ્યારે ખબર પડી ત્યારે યુવતીની માતાએ આ મામલે તેને ખખડાવ્યો હતો. પરંતુ પરિવારથી ડરીને બસ થોડા દિવસ તેણે યુવતીને પરેશાન કરવાનું બંધ કરી દીધું હતું.
જોકે ફરી પાછો યુવક તેણીને પરેશાન કરવા લાગ્યો હતો. જેની જાણ પરિવારને થઈ હતી. દરમિયાનમાં ગુરુવારે બનેલી ઘટના પછી તો યુવકને ભારે મેથીપાક આપ્ય હતો. યુવક પોતે અપરણિત છે અને તેને ઘરમાં ભાઈ અને બહેન પણ છે. જોકે તે યુવતીને પરેશાન કરવાનું બંધ નહીં કરતા આખરે તેને પોલીસને હવાલે કરાયો છે. પોલીસે તેની સામે છેડતી અંગેની કલમ સાથે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT