અમદાવાદમાં રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથે સોનાવેશ ધારણ કર્યો, મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા આવતીકાલે નીકળવાની છે. અષાઢી બીજના દિવસે જગન્નાથ નગર ચર્યાએઓ નીકળવાના છે. ત્યારે રથયાત્રાના આગલા દિવસે જગન્નાથજી સોનાવેશ ધારણ કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે સોમવારે જગન્નાથજીને સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા. એવામાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે મંદિરે પહોંચ્યા હતા. ભગવાનના સોનાવેશ શણગારમાં મયુર જેવી ડિઝાઈનના ઘરેણા બનાવવામાં આવ્યા હતા.

રથયાત્રામાં 100 ટ્રક, 30 અખાડા જોડાશે
20મી જૂન 2023ના રોજ નીકળનારી રથયાત્રામાં આ વખતે 100થી વધુ ટ્રકો, 30 જેટલા અખાડા અને અનેક ભજન મંડળીઓ જોડાશે. ભગવાન જગન્નાથની રથયાત્રામાં દેશભરમાંથી આવેલા 2000 જેટલા સાધુ-સંતો જોડાશે.

હર્ષ સંઘવીએ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું
આ પહેલા રવિવારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે તેમણે રથયાત્રાના રૂટ પર ચાલીને તૈયારી તથા આયોજનની સમીક્ષા કરી હતી.

ADVERTISEMENT

રથયાત્રાના કારણે આ રસ્તાઓ બંધ રહેશે
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને ગુજરાત પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાં કહેવાયું છે કે, 19મી જૂને રાત્રે 12 વાગ્યાથી રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી શહેરના રથયાત્રાના રૂટના રસ્તાઓ બંધ રહેશે. આ સાથે જ રથયાત્રાના રૂટને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. રથયાત્રના રૂટ પર શહેર પોલીસ કમિશનરે સૂચનો કર્યા છે. 16 જેટલી એમ્બ્યૂલન્સ વાનને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ક્યારેક કોઈને મેડિકલને લગતી જરૂરિયાત ઊભી થશે ત્યારે આ તેની પૂર્વ તૈયારી છે. સીસીટીવી ઉપરાંત ત્રણ ડ્રોન દ્વારા સમગ્ર રથયાત્રાનું સર્વેલન્સ કરવામાં આવશે.

ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે, રથયાત્રાના બંદોબસ્તમાં વિવિધ રેન્કના 25000થી વધુ સુરક્ષા જવાનો જોડાયા છે. જેમાં 11 આઇજી કક્ષાના, 50 એસપી, 100 ડીવાયએસપી, 300થી વધુ પીઆઇ, 800 પીએસઆઇ, 35 કંપની એસઆરપી/સીઆરપીએફ, 6 હજાર હોમગાર્ડ મળી કુલ 25 હજારથી વધુ જવાનો સુરક્ષાનો મોરચો સાંભળશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT