અમદાવાદમાં સાવરણી વેચનારાએ 4 વર્ષની બાળકીનું કર્યું કિડનેપિંગ, સાળા-બનેવીને ધરપકડ

ADVERTISEMENT

Ahmedabad
Ahmedabad
social share
google news

અમદાવાદઃ અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં એક ચકચારી ઘટના બની હતી જેમાં બે શખ્સો દ્વારા ચાર વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે પોલીસને આ કેસમાં મોટી સફળતા મળી છે અને બંને આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આ બંને શખ્સોની પુછપરછ હાથ ધરી છે. જેમાં આ બંને સાળો બનેવી હોવાનું સામે આવ્યું છે.

બાળકીને હોટલમાં મુકી થઈ ગયા ફરાર
સરખેજમાં 4 વર્ષની બાળકીના અપહરણની ઘટનાથી ભારે સનસનાટી મચી ગઈ હતી. પોલીસે આ કેસમાં અરવિંદ ભીખા ચૌહાણ અને સરમણ જેઠા વાઘેલાની ધરપકડ કરી છે. આ બંને સાળો બનેવી છે અને સાણંદ બ્રિજ નીચે સાવરણી વેચવાનો ધંધો કરતા હતા. એકાદ દિવસ પહેલા બંને શખ્સોએ બ્રિજ નીચે રમતી ચાર વર્ષની બાળકીનું કિડનેપિંગ કરી લીધું હતું. તેઓ બાળકીને ઉઠાવી જઈ વિરમગામ પાસેની એક હોટલમાં મુકીને ત્યાંથી ભાગી ગયા હતા. આ તરફ પોલીસ પણ અપહરણની વિગતો મળતા બાળકીને શોધી રહી હતી. આ બંને શખ્સો ભાગીને હળવદ પાસે પહોંચી ગયા હતા જ્યાંથી પોલીસને વિગતો મળતા બંનેની ધરપકડ કરી લીધી હતી.

છેલ્લા પાંચ વર્ષના તમામ ઇ ચલણ માફ: યુપી સરકારની નાગરિકોને અનોખી ભેટ

પોલીસે આ બંનેને પકડીને તેમની પુછપરછ શરૂ કરી છે. જોકે આ બંનેએ કેમ તેણીનું કિડનેપિંગ કર્યું હતું તેને લઈને ઘણી શંકાઓ છે. પોલીસે વધુ તપાસ માટે બંને આરોપીઓના રિમાન્ડ મેળવી કાર્યવાહી કરી છે. બાળકીનું અપહરણ ભીક્ષાવૃત્તિ માટે, બાળ મજુરી માટે કે પછી કોઈ પારિવારિક કલેશના કારમે કરવામાં આવ્યું હતું તે તમામ દિશાઓમાં પોલીસ તપાસ આગળ વધી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT