અમદાવાદના જય ભોલે ગ્રુપે બનાવ્યું ‘અજયબાણ’, 5 દિવસમાં 5 લાખના ખર્ચે તૈયાર થયું
Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આગામી 22 જાન્યુઆરીએ થવાની છે. આ માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. રામ મંદિર માટે દેશભરમાંથી અનેક…
ADVERTISEMENT
Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આગામી 22 જાન્યુઆરીએ થવાની છે. આ માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. રામ મંદિર માટે દેશભરમાંથી અનેક ખાસ વસ્તુઓ મોકલાઈ રહી છે. જેમાં વડોદરાથી 108 ફૂટ લાંબી અગરબત્તી તો અમદાવાદના ગોતામાંથી ધ્વજદંડ મોકલાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં જ આવેલા જય ભોલે ગ્રુપ દ્વારા પૌરાણિક ધર્મગ્રંથોમાં વર્ણવેલ શક્તિબાણ-અજયબાણની પ્રતિકૃતિનું નિર્માણ કરાવાયું છે. જેને રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. આ અજયબાણને ગ્રુપના સભ્યો સૌ પ્રથમ શક્તિપીઠ અંબાજી ખાત મા અંબાની અખંડ જ્યોત સમક્ષ વિશેષ પૂજા અર્ચના કરાવી હતી.
શક્તિપીઠ સાથે છે અજયબાણનો ખાસ સંબંધ
પૌરાણિક કથા અનુસાર અજયબાણ સાથે શક્તિપીઠ અંબાજીનું કનેક્શન જોવા મળી છે. ત્રેતા યુગમાં પ્રભુ શ્રીરામ જ્યારે ઋષિ શ્રૃંગીને મળ્યા ત્યારે તેમણે રાવણ સાથે યુદ્ધમાં જીત માટે ભગવાન રામને મા જગદંબાી પૂજા કરવા સૂચન કર્યું હતું. જે બાદ ભગવાન રામે મા જગદંબાનું જપ તપ કર્યું, આથી માતાજીએ પ્રસન્ન થઈને આશીર્વાદ રૂપે તેમને એક બાણ આપ્યું હતું. આ જ ‘અજયબાણ’થી રાવણનો વધ થયો હતો. આ વાતનો ઉલ્લેખ મા જગદંબાની આરતીમાં પણ જોવા મળે છે.
11.5 કિલો છે બાણનું વજન
ત્યારે અમદાવાદનું જય ભોલે ગ્રુપ આ અજયબાણ લઈને અંબાજી પહોંચ્યું અને તેની પૂજા-અર્ચના કરાવી હતી. પંચધાતુથી બનેલું આ બાણ 5 ફૂટ લાંબું અને 11.5 કિલો વજનનું છે. તેને આગામી 10 જાન્યુઆરીએ રામ મંદિરમાં અર્પણ કરાશે.
ADVERTISEMENT
5 દિવસની મહેનતે થયું તૈયાર
આ બાણને અમદાવાદમાં વટવામાં આવેલી ફેક્ટરીમાં બનાવાયું છે. જેના નિર્માણમાં 5 દિવસનો સમય લાગ્યો અને 15 કારીગરોએ દિવસ અને રાત મહેનત કરીને આ 5 ફૂટના અજયબાણને બનાવ્યું હતું. આ બાણ બનાવવામાં અંદાજે 5 લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો છે.
ADVERTISEMENT