અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત: બોટાદ બાર વેલ્ફેર એસોસિએશન આવ્યું મેદાને, તથ્યને ફાંસી આપવાની કરી માંગ
બોટાદ: અમદાવાદ ઈસ્કોન બ્રીજ અકસ્માતમાં મૃતકોના સમર્થનમાં આવ્યુ બોટાદ જિલ્લા બાર વેલ્ફેર એસોસિયેશન. બોટાદ જિલ્લા બાર વેલ્ફેર એસોના પ્રમુખ એડવોકેટ હરેશ સોઢાતરે પ્રતિક્રિયા આપતા કહ્યું…
ADVERTISEMENT
બોટાદ: અમદાવાદ ઈસ્કોન બ્રીજ અકસ્માતમાં મૃતકોના સમર્થનમાં આવ્યુ બોટાદ જિલ્લા બાર વેલ્ફેર એસોસિયેશન. બોટાદ જિલ્લા બાર વેલ્ફેર એસોના પ્રમુખ એડવોકેટ હરેશ સોઢાતરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમદાવાદ તથ્ય પટેલ દ્વારા કરેલ અકસ્માતની ધટનાને મનુષ્ય વધ ગણાવી છે.તથા આવ નબીરાઓને ફાંસીની સજા થવી જોઇએ તેવી માંગ કરી છે.
એડવોકેટ હરેશ સોઢાતરે કહ્યું કે વકીલ તરીકે હું આ ઘટનાને મનુષ્ય વધ ગણવું છું. આવા નબીરાને તાત્કાલિક ફાંસીની સજા થવી જોઇએ. રાજ્યના તમામ વકીલોને પણ વિનંતી કરું છું કે, માનવતાની રૂએ આવા નબીરીઓના કેસ લડવા ન જોઈએ. કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં સુધારો લાવવા જોઈએ આવા નબીરાઓની મીલકત જપ્ત કરી તેમાંથી સહાયઆપવી જોઈએ. તો જ એમણે ભાન થાય.
જાણો શું હતી ઘટના
બુધવારે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી જેગુઆર કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. પુરપાટ ઝડપે આવેલી કાર ટોળા પર ફરી વળી. આ ભયાનક અકસ્માતમાં 10 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. જેમાં કાર ચાલક તથ્ય પટેલની ધરપકડ કરવામા આવી હતી. ત્યારે હવે તેણે ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.
ADVERTISEMENT
કારની સ્પીડને લઈને થયો મોટો ખુલાસો
તથ્ય પટેલની સાથે રહેલા તેના મિત્રોની પણ તપાસ ટીમે અલગ અલગ રીતે બેસાડીને નિવેદનો લીધા હતા અને તપાસ ટીમને આ તમામ નિવેદનોમાં અલગ અલગ નિવેદનો હોવાનું જાણવા મળ્યું છે. કારમાં તથ્યની સાથે રહેલી 3 યુવતી પૈકી એક યુવતીએ કારની સ્પીડ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે . યુવતીએ પોલીસ પૂછપરછમાં કહ્યું કે, રાતે જ્યારે કેફેથી નીકળે ત્યારે તથ્ય પૂરઝડપે કાર ચલાવી રહ્યો હતો. તથ્ય કાર ધીમી ચલાવ. પરંતુ તે કઈ સમજવી રહ્યો ન હતો અને કારની સ્પીડ વધતી વધતી 100થી આગળ વધી ગઈ. એને ધડાક લઈને કારનો અકસ્માત થયો હતો.
ADVERTISEMENT