ઘર ખરીદવા બાબતે સૌથી સસ્તું શહેર અમદાવાદ, સૌથી મોંઘું મુંબઇ
અમદાવાદ : કોરોનાકાળ બાદ દેશમાં સ્થિતિ સામાન્ય બની ચુકી છે. લોકો રોજિંદી લાઇફમાં હવે વ્યસ્ત થઇ ચુક્યાં છે. બીજી તરફ માર્કેટ પણ ત્રણ વર્ષના સમયગાળા…
ADVERTISEMENT
અમદાવાદ : કોરોનાકાળ બાદ દેશમાં સ્થિતિ સામાન્ય બની ચુકી છે. લોકો રોજિંદી લાઇફમાં હવે વ્યસ્ત થઇ ચુક્યાં છે. બીજી તરફ માર્કેટ પણ ત્રણ વર્ષના સમયગાળા બાદ ફરી એકવાર સ્પીડ પકડી રહ્યું છે. દેશના સૌથી મોંઘા રેસિડેન્સિયલ માર્કેટમાં મુંબઇ ટોચનું સ્થાન ધરાવે છે. દિલ્હી અને હૈદરાબાદ પણ ટોચના આઠ મોંઘા રેસિડેન્સિયલ માર્કેટ ધરાવતા શહેરો પૈકીનું એક છે.
ઘર ખીદી બાબતે અમદાવાદ સૌથી સસ્તું શહેર
અમદાવાદમાં મકાન ખરીદવા માટે દેશનું સૌથી સસ્તુ શહેર હોવાનું સામે આવ્યું છે. દેશના મુખ્ય આઠ શહેરોમાં સસ્તા દરની સરખામણીએ સુધારો જોવા મળી રહ્યો છે. રિઝર્વ બેંક દ્વારા 50 BPS દરમાં વધારો કરવાને કારણે સમગ્ર માર્કેટમાં આશરે 2 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. EMI માં 7.4 ટકાનો વધારો થયો છે.
રિઝર્વ બેંક દ્વારા રેપોરેટમાં સતત વધારો થઇ રહ્યો છે
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બેઝિક પોઇન્ટ્સ દરમાં વધારાને કારણે સમગ્ર રાજ્યના બજારોમાં મંદી જોવા મળી રહી છે. હાલમાં જ આરબીઆઇ દ્વારા કરવામાં આવી રહેલા રેપોરેટમાં વધારાને કારણે લોકોની પર્ચેઝીંગ કેપેસિટી ઘટી રહી છે. જેની અસર ન માત્ર ઘર પરંતુ બજારની દરેક વસ્તુ પર પડી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT