AHMEDABAD માં આગની ઘટના બાદ ખેડામાં ફાયર વિભાગ સફાળું જાગ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/ખેડા : શાહીબાગ વિસ્તારમા રહેણાંક કોમ્લેક્ષમા લાગેલી આગને કારણે એકનું મોત થયું છે. જેને લઈને નડિયાદમાં ફાયર વિભાગ એકાએક એક્શન મોડમાં આવ્યું છે. નડિયાદના કોમર્શિયલ તથા રેસીડેન્સીયલ કોમ્પ્લેક્સમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. સાથે જ જે કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ ન હોય તે કોમ્પ્લેક્સમાં દુકાનોને સીલ કરવાની પણ કામગીરી આજે હાથ ધરવામાં આવી હતી.

આજે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ગિરધરનગર સર્કલ પાસે ગ્રીન ફ્લેટના સાતમા માળે આવેલા મકાનમાં આગ લાગી હતી. આ ઘટનામાં એકનું મોત થયું છે. એટલું જ નહીં અમદાવાદમા અગાઉ પણ શાહીબાગ વિસ્તારમાં આવેલ એક મકાનમાં આગ લાગતા પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યો હતો. તો અઠવાડિયા પહેલા જ અમદાવાદની નારણપુરાની મોદી આઈ કે હોસ્પિટલમાં લાગેલી આગમાં બેના મોત થયા હતા.

અવારનવાર આગની બનતી ઘટનાઓને કારણે અને કોઈ જીવ ગુમાવ્યા છે. અને તે પાછળનો કારણ જે સામે આવ્યું છે તે એ છે કે બિલ્ડીંગોમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો. જેને લઈને આજે નડિયાદ ફાયર વિભાગ એકાએક સફાળું જાગ્યું અને નડિયાદમાં આવી કોઈ ઘટના ન બને તેને લઈને આજે સાંજે ફાયર વિભાગે લાલ આંખ કરી છે. ફાયર વિભાગે અગાઉ જે જે કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીનો અભાવ સામે આવ્યો હતો, તેવા કોમ્પ્લેક્સને નોટિસો પાઠવવામાં આવી હતી.

ADVERTISEMENT

નોટિસ પાઠવ્યા બાદ પણ નોટિસની અવગણના કરતા વેપારીઓ સામે આજે નડિયાદ ફાયર વિભાગની ટીમે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ફાયર સુપરીટેન્ડટ સંદીપ પટેલની અધ્યક્ષતાની ટીમ દ્વારા નડિયાદ સ્ટેશન રોડ પર આવેલ પ્લેટિનમ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ફાયર સેફટી સંદર્ભે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ કોમ્પ્લેક્સમાં 150 જેટલી દુકાનોમાં ફાયર સેફટીના ના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી. પરંતુ ત્યાં ફાયર સેફટીનો અભાવ જણાવતા કોમ્પલેક્ષની દુકાનોને સીલ મારવાની કામગીરી વિભાગ એ હાથ ધરી છે.

મહત્વનું છે કે, અગાઉ પણ આ કોમ્પ્લેક્સના બિલ્ડરને બે વખત નોટિસ પાઠવવામાં આવી હતી. પરંતુ તે છતાં પણ બંનેઉ નોટીસની અવગણના કરાતા આજે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે નડિયાદ સંદીપભાઈ પટેલે ગુજરાત તક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “હાલ ગુજરાત હાઇકોર્ટ ચાલી રહેલી પીઆઈએલ સંદર્ભે લગભગ છેલ્લા ત્રણ વર્ષથી દરેક જે વાણિજ્ય કોમ્પલેક્સો છે, એમાં હાયરાઇઝડ બિલ્ડીંગ, રેસીડેન્સીયલ બિલ્ડીંગમાં પણ ફાયર સેફટીના નિયમો અનુસાર જે ફાયર સેફ્ટીની સિસ્ટમ લગાડવાની હોય તેવી તમામ બિલ્ડિંગને નોટિસો પાઠવવામાં આવી હતી.

ADVERTISEMENT

હાઇકોર્ટના ઓર્ડર મુજબ આજે સીલીંગની કાર્યવાહી કરવામાં આવી છે. નડિયાદ પ્લેટિનમ પ્લાઝા કોમ્પ્લેક્સ માં 150 જેટલી દુકાનો આવેલી છે. હજુ કામગીરી ચાલુ છે. અત્યારે પ્લેટીનમ પ્લાઝા કોમ્પલેક્શની 9 દુકાનોને સીલ વાગી ગયા છે. અને હજી પણ કામગીરી ચાલુ છે. આ સાથે જ બાજુમાં આવેલ સીલ્વર લાઈન કોમ્પલેક્સમા 1 દુકાનને સીલ મારવામાં આવ્યુ છે.

ADVERTISEMENT

હજુ પણ આ પ્રકારની કામગીરી ચાલુ રહેશે. આવતી કાલે રવિવાર હોવા થી રજા છે. પરંતુ સોમવારે ફરીથી આજ પ્રકારની કામગીરી શરૂ કરાશે. જે જે કોમ્પ્લેક્સમાં ફાયર સેફટી ની સુવિધાઓ નહીં હોય તે તમામ કોમ્પ્લેક્સો માં સીલીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. ફાયર વિભાગ દ્વારા વખતો વખત બિલ્ડર તથા વપરાશ કરતાઓને નોટિસ પાઠવવામાં આવી હતી. પરંતુ તેની અવગણના થતા આજે આ કામગીરી કરવામાં આવી છે.

કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા વેપારી ઇદ્રીશભાઈએ જણાવ્યું કે, “આ કોમ્પ્લેક્સ માં 150 જેટલી દુકાનો છે. આશરે 60 ટકા જેટલી દુકાનો ચાલે છે. 40% થી વધુ દુકાનો બંધ છે. અમને જે રેગ્યુલર મેન્ટેનન્સ છે એમાં પણ જે બંધ દુકાનના જે લોકો છે એમના તરફથી જેવો સહકાર જોઈએ એવો મળતો નથી. એટલે મેન્ટેનન્સ ખર્ચ પૂરો ન થવાને કારણે ઘણી બધી મુશ્કેલીઓ થઈ રહી છે. અને આના ઉપર અગાઉ અમને જે અગાઉ નોટિસ મળી છે, એટલે અમે એસ્ટીમેટ લીધો છે અમને થોડો સમય આપો અમે થોડી વ્યવસ્થા કરીશું. મંથલી મેન્ટેનન્સ ખર્ચ નથી પહોંચી વળતા જેના કારણે બજેટના સેટીફિકેશન ન થવાને કારણે થોડું ડીલે થયેલું છે. પરંતુ અમારો પ્રયત્ન ચાલુ છે અને ખૂબ જ નજીકના સમયમાં અમે ફાયર સેફટીના સાધનો લગાવી દઈશું.

પરંતુ જે લોકો હાજર નથી, જે લોકો રેગ્યુલર મેન્ટેનન્સ નથી આપતા એ લોકોને પણ અમે બધા સાથે મળીને રિક્વેસ્ટ કરીશું. અને ખર્ચ આવી જશે તેમ વહેલામાં વહેલી તકે ફાયર સેફ્ટીની સિસ્ટમમાં લગાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. આજે મારી રિક્વેસ્ટ છે નગરપાલિકાને કે થોડો સમય આપવામાં આવે કે, જેના કારણે અમે બધાની જોડે ભેગા થઈ ને ફાયર સેફ્ટી સુવિધા લગાવી શકીએ.”

    follow whatsapp

    ADVERTISEMENT