Ahmedabad માં થઈ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની બેઠક, કઠોળ-ખાદ્યતેલના ભાવને અંકુશમાં કરવા ચર્ચા

ADVERTISEMENT

civil supplies department
civil supplies department
social share
google news

અમદાવાદઃ અમદાવાદના શાહીબાગ ખાતે ખાદ્યતેલ તેમજ કઠોળના વેપારીઓ સાથે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા બેઠક કરવામાં આવી હતી. જેમાં અમદાવાદના એડી. કલેક્ટર તેમજ અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક જશવંત જેગોડા, નાયબ અન્ન નિયંત્રક મૃણાલદેવી ગોહિલ ઉપરાંત મદદનીશ પરવઠા નિયામકો હાજર રહ્યા હતા. આ બેઠકમાં કઠોળ અને ખાદ્યતેલના ભાવોને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી.

નિયમિત જથ્થો જાહેર કરવા સૂચન
અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા સર્કિટ હાઉસમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા શહેરના કઠોળ તથા તેલીબિયાના હોલસેલ વેપારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં વેપારીઓની નોંધણી અને નિયમિત જથ્થાને જાહેર કરવા બાબતે જણાવાયું હતું. હાલમાં ખુલ્લા બજારમાં ભાવો કાબુમાં રહે અને સરળતાથી કઠોળ સહિત ખાદ્યતેલનો જથ્થો મળી રહે તે મુજબ સ્ટોકને જાળવી રાખવાની તાકીદ પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી હતી.

ભાવનગરમાં EDએ ધામા નાખ્યાઃ એક બેન્ક કર્મચારીની પુછપરછ

અમદાવાદના વેપારીઓ આ બેઠકમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમણે ચર્ચામાં પણ ઉત્સાહ દર્શાવ્યો હતો. વિભાગના માર્ગદર્શન હેઠળ યોગ્ય સમયમાં સરકારના પોર્ટલ પર તમામ સ્ટોક હોલ્ડર્સનું રજિસ્ટ્રેશન કરવાની પદ્ધતિ અંગે જણાવાયું હતું અને નોંધણી કરાવવા અંગેની ખાતરી પણ વિભાગ દ્વારા અપાઈ હતી. બેઠકમાં કાલુપુર ચોખાબજાર, અનાજ બજારના પ્રમુખ, વેપારી મંડળના હોદ્દેદારો, પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. દરમિયાન મૃણાલદેવી ગોહિલે હાલમાં તુવેરદાળ અને અડદની દાળમાં ભાવ વધારાને લઈને વાત કરી હતી અને તે ભાવોને અંકુશમાં કરવા માટે તાકીદ કરી હતી.

ADVERTISEMENT

ખાદ્યતેલના ભાવો પર વિભાગની નજર
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની સીધી દેખરેખમાં ખાદ્યતેલના ભાવોને અંકુશમાં કરવા ભાવ ઘટાડાનો લાભ સામાન્ય ગ્રાહક સુધી મળે તે અંગે પ્રયત્નો કરાઈ રહ્યા છે. જેને લઈને ખાદ્યતેલના ભાવો પર વિભાગની નજર રહે છે. આ અંગે ભાવ ઘટાડાને લઈને તેલીબિયા અને ખાદ્યતેલના વેપારના પ્રમુખો અને અગ્રણીઓને તાકીદ કરાઈ હતી.

    follow whatsapp

    ADVERTISEMENT