અમદાવાદ તથ્ય કાંડને લઇ સુરત-સુરેન્દ્રનગરમાં નારાજગીનો સૂર, ફાંસીની માંગ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરત/સાજીદ બેલીમ.સુરેન્દ્રનગરઃ અમદાવાદ ખાતે 9 જેટલા વ્યક્તિઓને મૃત્યુ શૈયાએ પહોંચડનાર તથ્ય પટેલ સામે જલ્દી કાર્યવાહીની માંગ સુરતમાં કરવામાં આવી છે. તથ્ય પટેલ સામે કડક કાર્યવાહી કરવા માટે બોટાદ તાલુકા યુવા મંડળ દ્વારા સુરતના કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને તથ્ય પટેલને ફાંસીની સજાની માંગ કરવામાં આવી છે.

રમેશ પટેલ (સભ્ય, બોટાદ તાલુકા યુવા મંડળ )

સુરેન્દ્રનગરમાં અમદાવાદ અકસ્માત મામલે મૌન રેલી

આ તરફ સુરેન્દ્રનગરમાં અમદાવાદ ઇસ્કોન બ્રીજ પર કારની અડફેટે 9 વ્યકિતના મોત થયા તે મામલે મૃતકો પૈકી સુરેન્દ્રનગરના 4 મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા તેમજ ન્યાયની માંગ સાથે મૌન રેલી કાઢવામાં આવી હતી. શહેરના આંબેડકર ચોકથી જિલ્લા કલેકટર કચેરી સુધી વિવિધ બેનરો સાથે મૌન રેલી કાઢવામાં આવી હતી.

ADVERTISEMENT

વડોદરાના ભાજપ કાર્યકરની ક્રુર હત્યાઃ ક્રૂરતાથી ફટકા માર મારતો Video આવ્યો સામે

વિવિધ એસોસિયેશન, વેપારીઓ, આગેવાનો સહિત શહેરીજનો અને મૃતકોના મિત્રો, પરિવારજનો તેમજ સગા સંબંધીઓ મોટી સંખ્યામાં મૌન રેલીમાં જોડાયા હતા. અકસ્માત નહીં પરંતુ આ બનાવને નરસંહાર ગણી આરોપી પુત્ર અને પિતાને કડક સજા આપવાની ઉગ્ર માંગ કરી હતી. મૌન રેલીમાં ભાગ લેનારાઓએ કહ્યું કે આ બનાવ એક ભયાનક દુર્ઘટના છે. આરોપી ગેરકાયદેસર રીતે ગતિમાં હતો અને તેમણે ગંભીર બેદરકારી દાખવી હતી. તે બંનેને કડક સજા આપવામાં આવવી જોઈએ. મૌન રેલીમાં ભાગ લેનારાઓએ આ બનાવને શહેર માટે એક શોકદાયક ઘટના ગણી હતી. તેમણે મૃતકોના પરિવારજનોને શ્રધ્ધાંજલિ આપી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT