Ahmedabad: રિવરફ્રન્ટ પર મોતને વ્હાલું કરવા પહોંચી યુવતી અને પરણીતા, પોલીસ સાબિત થઈ દેવદૂત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ:  રિવરફ્ન્ટ અનેક વખત સ્યુસાઈડ પોઈન્ટ સાબિત થઈ ચૂક્યો છે. ત્યારે વધુ એક ઘટના બને તે પહેલા પોલીસ પહોંચી ગઈ અને  જિંદગી બચાવી લેવામાં આવી છે. ત્યારે હવે આ મામલે પોલીસે આગળની કરીવાહી હાથ ધરી છે.

અમદાવાદ રિવરફ્ન્ટ પરથી એક યુવતી અને એક પરિણીતાને નદીમાં ઝંપલાવીને જીવન ટૂંકાવવા પહોંચ્યા હતા. યુવતી સોશિયલ મીડિયા થકી યુવકના પ્રેમમાં પડી હતી. આ યુવતીને, તેના પ્રેમીએ અનફ્રેન્ડ કરતા જ તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને મોતને વ્હાલું કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસ પહોંચી અને આત્મહત્યા કરતાં બચાવી લેવામાં આવી હતી.

સંકયુક્ત કુટુંબથી કંટાળી પરણીતા આત્મહત્યા કરવા પહોંચી
અમદાવાદ રિવરફ્ન્ટ પર જીવન ટૂંકાવવા આવેલી યુવતીને પોલીસે કાઉન્સેલિંગ કરીને પરિવારને સોંપી હતી. જ્યારે બીજી ઘટનામાં પરિણીતા પોતાના સંકયુક્ત કુટુંબથી કંટાળીને મોતને વ્હાલું કરવા પહોંચી હતી. નદીમાં કૂદકો માર્યો તે દરમિયાન સ્થાનિક યુવકોએ તેને બચાવી લીધી હતી

ADVERTISEMENT

પરણીતા પોતાના પતિને અલગ રહેવા માટે વારંવાર કહેતી હતી. જો કે માતા-પિતાનો એકનો એક દીકરો પોતાના માતા પિતા સાથે રહેવા સમજાવતો હતો. આમ પતિ તેની વાત સાંભળતો ન હોવાનું લાગી આવતા પત્નીએ કંટાળીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

અમદાવાદનો રિવરફ્રન્ટ છેલ્લા ઘણા સમયથી સુસાઈડ પોઈન્ટ બની ગયો છે. ત્યારે બીજી તરફ અમદાવાદનો CTM ડબલ ડેકર બ્રિજ પણ સુસાઈડ પોઈન્ટ બની રહ્યો છે. આ દરમિયાન પોલીસ તંત્ર અહી બંદોબસ્ત ગોઠવી રહ્યા છે. છતાં આ પ્રકારની ઘટના સામે આવી રહી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT