ભવ્ય જીત બાદ રિવાબા જાડેજા જાણો કોના શરણે પહોંચ્યા, મંદિરમાં પહોંચી કર્યું આ કામ
દર્શન ઠકકર, જામનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. આ દરમિયાન જામનગરની બેઠક પર હાઇવૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. રવીન્દ્ર જાડેજાના ધર્મપત્ની રિવાબા…
ADVERTISEMENT
દર્શન ઠકકર, જામનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. આ દરમિયાન જામનગરની બેઠક પર હાઇવૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. રવીન્દ્ર જાડેજાના ધર્મપત્ની રિવાબા જાડેજા ચૂંટણી મેદાને ઉતરતા આ બેઠક મહત્વની બેઠક બની હતી. ત્યારે આ બેઠક પર રિવાબાએ જીત હાંસલ કરી હતી અને વિધાનસભા સુધી પહોંચ્યા છે. ત્યારે જામનગરના નવનિયુક્ત ધારાસભ્યો એ લીધી ધાર્મિક મુલાકાત. આ મુલાકાત દરમિયાન રામધૂન બોલાવી મંજીરા વગાડ્યા હતા.
જામનગર શહેરની બેઠક પર ચૂંટણીમાં ભાજપનો દબદબો રહ્યો છે. જામનગર શહેરના બંને ધારાસભ્યોએ ધાર્મિક મુલાકાત લીધી છે. ધારાસભ્ય રિવાબા જાડેજા અને ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ વિશ્વ વિખ્યાત બાલા હનુમાન મંદિર અને મોટી હવેલીમાં દર્શન કર્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય રિવાબા જાડેજાએ રામધૂન બોલાવી હતી ત્યારે ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ મંજીરા વગાડ્યા હતા.
શહેર ભાજપના હોદેદારો રહ્યા ઉપસ્થિત
જામનગર શહેરની બંને વિધાનસભા બેઠકના નવનિયુક્ત ધારાસભ્યોએ આજે ધાર્મિક મુલાકાત કરી હતી. ભારત ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અને સેલિબ્રિટી રવિન્દ્ર જાડેજા ના પત્ની ધારાસભ્ય રિવાબા જાડેજા અને ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ વિશ્વ વિખ્યાત બાલા હનુમાન મંદીર ખાતે દર્શન કર્યા હતા. તેમજ રિવાબએ બાલા હનુમાન મંદિર માં ચાલતી અખંડ રામધૂનમાં ભાગ લઈ રામધૂન બોલાવી હતી. ત્યારે બીજી તરફ ધારાસભ્ય દિવ્યેશ અકબરી એ મંજીરા વગાડ્યા હતા. જ્યારે શહેરના મોટી હવેલી મંદિર ખાતે પણ બંને ધારાસભ્યોએ શીશ ઝુકાવી દર્શન કર્યા હતા. આ સાથે શહેર ભાજપ પ્રમુખ સહિતના હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT