ચૂંટણી ટાણે હવે નોકરીઓની રેવડી? ફોરેસ્ટગાર્ડની ભરતી જાહેર કરવામાં આવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે તેમ તેમ સરકાર જાણે કે પ્રજાલક્ષી બની રહી હોય તેવું લાગી રહ્યું છે. આંદોલન કરી કરીને લોકો થાકી ગયા ને જે કામ ન થયા તે તમામ કામ ઓટોમેટિક રીતે થઇ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક ભરતી કેલેન્ડર તૈયાર કરીને તબક્કાવાર ભરતીઓ યોગ્ય સમયે બહાર પણ પાડવામાં આવી રહી છે. જે ભરતીઓ કેલેન્ડરના વર્ષો બાદ પણ નહોતી લેવાઇ રહી તે ભરતીઓ હવે યોગ્ય સમયે જાહેર થઇ રહી છે.

વનમંત્રીને મોડે મોડે યાદ આવ્યું કે, વનસંરક્ષણ માટે બીડગાર્ડ ખુબ જ મહત્વપુર્ણ
આ અંગે વનમંત્રી કિરીટસિંહ રાણા અને રાજ્યવનમંત્રી જગદીશ વિશઅવકર્માએ જણાવ્યું કે, રાજ્યના યુવાનો સરકારી નોકરીઓનો લાભ મળે તે ઇરાદાથી આ નિર્ણય કરાયો છે. આ અંતર્ગત વન વિભાગ હસ્તકની વનરક્ષક (બીટગાર્ડ) વર્ગ-3 ની કુલ 823 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ અંગેની જાહેરાત ટુંક જ સમયમાં અધિકારીક રીતે બહાર પાડવામાં આવશે. જેમાં ઓનલાઇન ફોર્મ સબમીટ કરવાની પ્રક્રિયા 1-11-2022 થી 15-11-2022 સુધી રહેશે. ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોના હિતમાં ઓનલાઇન ફી પણ ભરી શકાશે. જેથી ઉમેદવારો પોતાના ઘરેથી ફી ભરી શકશે. નજીકની પોસ્ટ ઓફીસ જઇને ફી ભરવી પડશે.

ઝડપથી પરીક્ષા કરાવવા અંગે પણ મંત્રીએ બાંહેધરી આપવી પડી
ફોર્મની ખરાઇ બાદ માન્ય ફોર્મની સંખ્યા અનુસાર પરીક્ષા કેન્દ્રોની ઉપલબ્ધતાને ધ્યાને રાખીને ઝડપથી પરીક્ષા લઇને સંપુર્ણ પ્રક્રિયા ઝડપથી પુર્ણ કરાશે. ઉમેદવારોને પણ તૈયાર રહેવા માટે જણાવાયું છે. રાજ્ય સરકાર દ્વારા આ મુદ્દે તત્કાલ નિર્ણયો લઇને મોકુફ કરાયેલી ભરતીઅને નવી પડેલી ખાલી જગ્યાઓ પર પણ ત્વરીત ભતી કરવામાં આવશે. બીટગાર્ડ વન સહિતની તમામ ભરતીઓ ટુંક જ સમયમાં પુર્ણ કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારને હવે છેક લાગી રહ્યું છેકે, વન સંવર્ધનમાં બીટગાર્ડની જગ્યા ખુબ જ મહત્વની છે. તેની તત્કાલ ભરતી થાય તે ખુબ જરૂરી છે. અગાઉ પણ 334 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી હતી. જે હવે મર્જ કરીને કુલ 823 જગ્યાઓ પર નવી ભરતી બહાર પાડવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT