રાજકીય સમીકરણ બદલવા બ્રહ્મ સમાજ મેદાને, પાટીદારો બાદ હવે બ્રાહ્મણોની વસ્તીના આધારે ટિકિટની માંગ

ADVERTISEMENT

Brahmin
Brahmin
social share
google news

હેતાલી શાહ, ખેડા: વર્ષના અંતે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજવા જઈ રહી છે. જેમ જેમ વિધાનસભાની ચૂંટણીની રંગ જામી રહ્યો છે તેમતેમ રાજકીય પરીબળોની સાથે સામાજીક પરીબળો પણ બદલાઈ રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે અત્યાર સુધી જે સમાજે ક્યારેય પોતાના પ્રતિનિધિત્વ માટે સામે ચાલીને માંગ નથી કરી એ સમાજ એટલે કે, બ્રહ્મ સમાજ પણ હવે પોતાનુ પ્રતિનિધિત્વ વિધાનસભામાં વધે તે માટે આગળ આવ્યુ છે.

રાજ્યમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ તૈયાર થઈ રહ્યો છે. એક બાદ એક સમાજના સંમેલનો યોજવા લાગ્યા છે. વિવિધ સમાજના સંગઠનો મેદાને આવી અને પોતાના સમાજના આગેવાનોને ટિકિટ મળે તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે, મહેમદાવાદ ખાતે ગુજરાત બ્રહ્મ સમાજની પ્રદેશ કારોબારી બેઠક તેમજ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણ, ધાર્મિક અને ખાસ કરીને આગામી વિધાનસભા 2022ની ચૂંટણીમાં સમાજની ભૂમિકા શું? એ વિશે સમસ્ત બ્રહ્મ સમાજના જીલ્લા, શહેર અને તાલુકા કક્ષના પ્રતિનિધિઓ સાથે ચર્ચા વિમર્શ કરવામાં આવી હતી.

11 ટકા બ્રાહ્મણોની વસ્તી
મહત્વનુ છે કે દરેક સમાજ વિધાનસભામાં પોતાનુ પ્રતિનિધિત્વ જોવા માંગે છે. પહેલા ઠાકોર ક્ષત્રીય, પાટીદાર અને હવે બ્રહ્મ સમાજ પણ એક થઈને વિધાનસભામાં પોતાનુ પ્રતિનિધિત્વ વધે તે માટે માંગ કરી રહ્યા છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં બ્રહ્મ સમાજની જે મુજબ વસ્તી છે એ પ્રમાણે રાજકીય પક્ષોએ બ્રહ્મ સમાજને ટીકીટ વિતરણમાં ન્યાય આપવા અપીલ કરવામાં આવી છે.આ અંગે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ પિનાકીન રાવલે કહ્યું કે, “રાજ્યમાં અંદાજે 72 લાખ એટલે કે 11 ટકા બ્રાહ્મણોની વસ્તી છે, રાજ્યમાં જેટલા ટકા બ્રાહ્મણોની વસ્તી છે એ મુજબ વિધાનસભામાં 182 બેઠકોમાંથી રાજકીય પક્ષોએ બ્રહ્મ સમાજના ઉમેદવારોને ટીકીટ આપવી જોઈએ. રાજકીય પક્ષો દરેક સમાજને જે રીતે ટીકીટ આપતા હોય છે, એ મુજબ બ્રહ્મ સમાજ સાથે પણ ન્યાય થવો જોઈએ.”

ADVERTISEMENT

વિવિધ સમાજના સંગઠનો પોતાના સમાજના લોકોને ટિકિટ આપવા માંગણી કરી રહ્યા છે અને જ્ઞાતીના સમીકરણો સમજાવી રહ્યા છે હવે જોવાનુંએ રહ્યું કે ગુજરાતમાં જ્ઞાતિનું સમીકરણ કેટલું અસર કરશે. આ ઉપરાંત આ વિધાનસભાની ચૂંટણીમાંરાજકીય પક્ષો બ્રહ્મ સમાજની આ અપીલને સ્વીકારે છે કે નહીં તે જોવાનું રહ્યું.

    follow whatsapp

    ADVERTISEMENT