ગુજરાતના 4 મહાનગરમાં 3 વર્ષમાં અકસ્માતમાં 18,287 મૃત્યુ: જાણો કયા શહેરમાં વધુ એક્સિડેન્ટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગોપી ઘાંઘર.અમદાવાદઃ અમદાવાદમાં એસજી હાઈવે પર ઈસ્કોન બ્રિજ ખાતે થયેલા અકસ્માતને કારણે પરિવારોના આંસુઓ સતત સવાલો કરી રહ્યા છે. આ સંજોગોમાં સમય પાકી ગયો છે કે એક વ્યવસ્થિત ટ્રાફીક નિયમન થાય અને લોકોની સુરક્ષાને વધારે પ્રાધાન્ય અપાય. એટલું જ નહીં ટ્રાફિકના નિયમોને લોકો એટલું જ અનુસરે એ પણ જોવું તંત્ર માટે જરૂરી બન્યું છે. વારંવાર થતા ગમખ્વાર અકસ્માતો ક્ષણભરમાં પરિવારોને વેરવિખેર કરી નાખે છે અને આ તે ઘટનાઓનું કડવું સત્ય છે. મોટાભાગની ઘટનાઓમાં ટ્રાફીકના નિયમોનો સરેઆમ ભંગ કરીને ચાલતા વાહનોએ પરિવારોને ઉજાળીને મુકી દીધા છે. તેથી સરકારે આ મામલાઓમાં ખાસ કરીને ટ્રાફિક જેમ જેમ વધી રહ્યો છે, વાહનો અને તેમાં પણ હવે નવી ટેક્નોલોજી સાથે અને પાવર સાથે રસ્તા પર ઉતરતા વાહનોની સંખ્યા વધી રહી છે ત્યારે આ મામલે ચિંતા કરવાનો વિષય જરૂર છે.

કયા મહાનગરમાં કેટલા અકસ્માતો?
રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકારોને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું કે, ગુજરાતમાં જે પ્રકારે ગમખ્વાર અકસ્માતમાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે, તે સમાજ અને સરકાર બંને માટે ચિંતાનો વિષય છે. ગુજરાત રાજ્યના ચાર મહાનગરો એનસીઆરબીના આંકડા મુજબ ત્રણ વર્ષમાં ૧૮,૨૮૭ મૃત્યુ થયા છે. અકસ્માતના મૃત્યુ આંકમાં સુરત ગુજરાત રાજ્યમાં મોખરે છે. સુરત શહેરમાં ત્રણ વર્ષમાં અકસ્માતમાં ૬૭૬૦ મૃત્યુ થયા છે. અમદાવાદમાં ત્રણ વર્ષમાં ૫૪૯૫, રાજકોટમાં ૩૯૩૪ અને વડોદરામાં ૨૦૯૮ મૃત્યુ થયા છે. ગુજરાત રાજ્યમાં રોડ સેફ્ટી એક્ટ ૨૦૧૮ માં અમલ આવી ગયો છે, છતાં હાલમાં પણ તેનું સંપૂર્ણ પાલન થઈ રહ્યું નથી.

ગંગા એક્સપ્રેસ વે માટે ખોદાયેલા ખાડામાં પાણીમાં 4 બાળકોના ડૂબી જવાથી મોત

અકસ્માતમાં આ કારણો સાથે કેટલા મૃત્યુ?
તેમણે જણાવ્યું કે, ગુજરાત રાજ્યના રોડ સેફ્ટી ઓથોરિટી મુજબ ગત વર્ષ ૨૦૨૨ માં ઓવર સ્પીડિંગ ના લીધે નેશનલ હાઇવેમાં અકસ્માતમાં ૧૯૯૧ મૃત્યુ થયા. જ્યારે વર્ષ ૨૦૨૧માં ઓવર સ્પીડિંગમાં ૧૯૭૧, વર્ષ ૨૦૨૦માં ૧૭૧૮ અને વર્ષ ૨૦૧૯માં ૧૮૨૪ મૃત્યુ થયા. વર્ષ ૨૦૨૨માં રોંગ સાઇડ ડ્રાઇવિંગના લીધે અકસ્માતથી ૬૨ મૃત્યુ થયા જ્યારે વર્ષ ૨૦૨૧માં ૬૩, વર્ષ ૨૦૨૦માં ૬૩ અને વર્ષ ૨૦૧૯માં ૬૨ મૃત્યુ થયા. ગુજરાત સરકાર જોડે અમારી માંગ છે કે ગુજરાતને સ્પીડ મેનેમેન્ટ પ્લાનની તાતી જરૂરિયાત છે. ઈન્ટરસેપ્ટર વાહનો માત્ર નામ પૂરતા દેખાય છે તેનો પુરતો ઉપયોગ કરવો જોઈએ. સ્પીડ કેમેરા લગાડવા, સ્પીડ લિમિટ ને ફોલો કરવા માટે પૂરતા પ્રયાસો કરવા જોઈએ. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનો સમાવેશ કરી ટીન એજર અને યુવાનો માં જાગૃતિ લાવવા નો પ્રયત્ન કરવો જોઈએ. ટ્રાફિક પોલીસ દ્વારા સ્પીડ મોનીટરીંગ કરવું જોઈએ. એસ જી હાઇવે અમદાવાદ જેવો કરૂણ અકસ્માત ફરી ન બને તે માટે સરકારે રોડ સેફ્ટીને પ્રાધાન્ય આપવા ઉપર કામ કરવું જોઈએ.

ADVERTISEMENT

કયા વર્ષે અકસ્માતમાં કેટલો વધારો?
તેમણે એ પણ જણાવ્યું કે, મહાનગરોમાં અકસ્માતમાં થયેલ મૃત્યુ આંક અંગે વાત કરી તો વર્ષ ૨૦૧૯, વર્ષ ૨૦૨૦ અને વર્ષ ૨૦૨૧ના આંકડા ચોંકાવનારા છે. અમદાવાદમાં વર્ષ ૨૦૧૯માં ૧૮૩૬, વર્ષ ૨૦૨૦માં ૧૭૬૮, વર્ષ ૨૦૨૧માં ૧૮૯૧, કુલ ૫૪૯૫, સુરતમાં વર્ષ ૨૦૧૯માં ૨૩૫૩, વર્ષ ૨૦૨૦માં ૨૧૧૯, વર્ષ ૨૦૨૧માં ૨૨૮૮, કુલ ૬૭૬૦, રાજકોટમાં વર્ષ ૨૦૧૯માં ૧૩૮૦, વર્ષ ૨૦૨૦માં ૧૨૬૨, વર્ષ ૨૦૨૧માં ૧૨૯૨, કુલ ૩૯૩૪ અને વડોદરામાં વર્ષ ૨૦૧૯માં, ૭૯૪, વર્ષ ૨૦૨૦માં ૫૯૭, વર્ષ ૨૦૨૧માં ૭૦૭, કુલ ૨૦૯૮ લોકોના અકસ્માતોમાં મૃત્યુ થયા છે. ગુજરાત રાજ્યમાં આવેલ નેશનલ હાઈવે ઉપર થયેલા અકસ્માતમાં મૃત્યુ આંક પર પણ નજર કરીએ તો ઓવર સ્પીડીંગના કારણે વર્ષ ૨૦૧૯માં ૧૮૨૪, વર્ષ ૨૦૨૦માં ૧૭૧૮, વર્ષ ૨૦૨૧માં ૧૯૭૧ રોંગ સાઈડ ડ્રાઈવીંગ વર્ષ ૨૦૧૯માં ૬૨, વર્ષ ૨૦૨૦માં ૬૩ અને વર્ષ ૨૦૨૧માં ૬૩ વ્યક્તિના મૃત્યુ થયા છે.

    follow whatsapp

    ADVERTISEMENT