દમણઃ સ્પીડમાં આવતું બાઈક ઘૂસી ગયું ટુવ્હીલર પાછળ, જુઓ CCTV

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક જોશી.વલસાડઃ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં હોટલ સૈંડી રિસોર્ટ નજીક એક બાઈક સવાર પાછળથી ફૂલ સ્પીડમાં આવીને અન્ય એક દ્વીચક્રી વાહનને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વાહનોની ઝડપી ગતિને પગલે અવારનવાર અક્સમાતો સર્જાયા છે ત્યારે રોડ પર પુરતુ ધ્યાન આપીને વાહન હંકારવાથી લઈ માપની સ્પીડમાં વાહન હંકારવાને લઈને માગ ઉઠવા પામી છે.

‘અકસ્માત જોયો અને હું ડઘાઈ ગયો’- જામનગરના આ ખેડૂત પોતાના ખર્ચે પુરે છે રોડના ખાડા

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની હોટલ સૈડી રિસોર્ટ નજીક બાઈક સવારે ફૂલ સ્પીડમાં એક અન્ય ટુવ્હીલરને પાછળથી ટક્કર માર્યાના સીસીટીવી સામે આવ્યા છે. આ રોડ પર સ્પીડ કંટ્રોલને લઈને જરૂરી વ્યવસ્થા બનાવાની માગ ઉઠવા પામી છે. ખાસ કરીને હાલમાં ચોમાસુ આવી રહ્યું છે ત્યારે વાહનોની ગતિ ઓછી હશે તો પણ આ રોડ પર અકસ્માત થવાની સંભાવનાઓ રહેલી છે. પરંતુ જો તંત્ર તરફથી દેવકા વાળા રોડ પર પી ડબ્લ્યૂડી રોડ પર ચાલી રહેલા વાહનોની ગતિ અને સાઈનબોર્ડ નહીં હોય તો આવનારા સમયમાં આ રોડ પર અકસ્માત વધારે થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT