'અમારો ટાઈમ આવશે ત્યારે તેમના મોર બોલાવી દઈશું', ચૈતર વસાવાનો BJPને ખુલ્લો પડકાર

ADVERTISEMENT

ચૈતર વસાવાની તસવીર
AAP MLA Chaitar Vasava
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાના સમર્થનમાં જનસભા યોજાઈ.

point

જનસભામાં ચૈતર વસાવાએ 50 હજાર મતની લીડથી જીતવાનો દાવો કર્યો.

point

ચૈતર વસાવાનો આરોપ,'જંગલ ખાતા અને પોલીસને આગળ કરી અમને હેરાન કરાય છે'

AAP MLA Chaitar Vasava: લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. AAPએ અત્યાર સુધીમાં પોતાના બે ઉમેદવારોના નામને લઈને જાહેરાત કરી દીધી છે. જેમાં AAP MLA ચૈતર વસાવાને ભરૂચની લોકસભા સીટથી તો ઉમેશ મકવાણાને ભાવનગર સીટથી ઉતારવામાં આવશે. ત્યારે ચૈતર વસાવાએ પણ જેલમાંથી જામીન પર બહાર નીકળ્યા બાદ પોતાના મત વિસ્તારમાં તૈયારી શરૂ કરી દીધી છે. હાલમાં જ ભરૂચ લોકસભા સીટ પર ચૈતર વસાવાના સમર્થનમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

'આ વખતે એમનો ગરબો ઘરે પહોંચાડી દેવાનો છે'

આ જનસભામાં ચૈતર વસાવાએ ભાજપના મોર બોલાવી દેવાની વાત કરી હતી અને લોકસભા ચૂંટણીમાં પોતે 50 હજાર મતની લીડથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ચૈતર વસાવાએ કહ્યું કે, અમે જેલ જવાથી ડરતા નથી. જ્યારથી મારા નામની જાહેરાત થઈ છે આ લોકો ચકડોળે ચઢેલા છે કે કોને ઉમેદવાર મૂકીએ. એમને ખબર છે કે આ વખતે અમે એમનો ગરબો ઘરે પહોંચાડી દેવાના છે.

5 લાખ મતથી જીતવાનું કહેનારનું સપનું પૂરું નહીં થાય

તેમણે ઉમેર્યું કે, જંગલ ખાતા અને પોલીસને આગળ કરી અમને હેરાન કરાય છે પણ અપના ટાઇમ આયેગા... અને જ્યારે અમારો ટાઇમ આવશે ત્યારે તેમના મોર બોલાવી દઈશું. ચૈતર વસાવાનો સી.આર પાટીલને ખુલ્લો પડકાર આપ્યો હતો અને કહ્યું કે, 5 લાખ મતથી જીતવાનું કહેનારાનું સપનું પૂરું નહીં થાય. ભરૂચ લોકસભા અમે 50 હજાર મતની લીડથી જીતીશું.

ADVERTISEMENT

(ઈનપુટ: ગૌતમ ડોડિયા, ભરૂચ)
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT