નર્મદામાં હવે AAP MLA ચૈતર વસાવાએ પણ સરકારી કામોમાં કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: નર્મદામાં અમૃત સરોવર તથા સુજલામ સુફલામ યોજના અંતર્ગત નર્મદા વન વિભાગ, વોટરશેડ દ્વારા મશીનરીથી કરવામાં આવેલી વન તલાવડીઓની કામગીરીમાં ભરુચ સાંસદ મનસુખ વસાવા બાદ ધારાસભ્યએ પણ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે.

નર્મદામાં અમૃત સરોવર તથા સુજલામ સુફલામ યોજના અંતર્ગત નર્મદા વન વિભાગ, વોટરશેડ મશીનરીથી કરાયેલી વન તલાવડીઓની કામગીરીમાં ખુબજ મોટા પાયે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો ગંભીર આક્ષેપ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ લગાવ્યો છે. મનસુખ વસાવાએ આ અંગે જિલ્લા સંકલનની બેઠકમાં લેખિત રજુઆત કરી હતી ત્યારબાદ હવે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આ મુદ્દો ઉઠાવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા નર્મદા જિલ્લામાં જળસંચયની સાથે કુશળ શ્રમિકોને સ્થાનિક લેવલે રોજગારી મળે તે હેતુથી, લોક ભાગીદારીથી હાથ ધરી શકાય તેવી કામગીરી માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા સિંચાઈ વિભાગ દ્વારા અમૃત સરોવર તથા સુજલામ સુફલામ યોજના અમલમાં મૂકીને 423 તળાવો પૂર્ણ કરવામાં આવ્યા છે.ત્યારે ધારાસભ્યએ રજુઆત કરી છે કે મનરેગા યોજનામાં ગ્રામ પંચાયતના નેજા હેઠળ મસ્ટર ભરીને લોક ભાગીદારીથી થયેલી કામગીરી સિવાયના તમામ કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે.

ADVERTISEMENT

કેટલાક તળાવમાં પાવડા પણ નથી માર્યા અને કામ પૂર્ણ બતાવી લાખો રૂપિયાના ચુકવણા કરી દવામાં આવ્યા છે. કેટલાક તળાવોના મનરેગા યોજના અને સુજલામ સુફલામ યોજનામાં 5 થી 7 લાખ રૂપિયા સુધી ચુકવણા કરી દેવામાં આવી છે. કેટલીક જગ્યાએ તો કામગીરી થયેલ ન હોવા છતા વરસાદથી ભરાયેલા તળાવોના ચુકવણા કરી દેવામાં આવ્યા છે. આ યોજનાઓમાં ઉનાળામાં કોઇ પણ જાતની કામગીરી કરવામાં આવતી નથી વરસાદ આવવાના સમયે એક-બે દિવસ અધુરી કામગીરી કરી અને કેટલાક તો વગર કામગીરીએ પાણી ભરાયા બાદ લાખો રૂપિયાના ચુકવણાઓ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.

આ કામગીરીની વિજિલન્સ ટીમ દ્વારા તપાસ કરાવી ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ અને એજન્સીઓ પર કડક કાર્યવાહી કરવામાં નહિ આવે તો આવનાર દિવસોમાં નર્મદા કલેકટર કચેરી ખાતે લોકો સાથે ધારણા પર બેસવાની ફરજ પડશે. એવી ચૈતર વસાવાએ ચીમકી પણ આપી છે.ત્યારે અમૃત તળાવમાં મોટી ખાયકી થઈ જે મુદ્દે શું તપાસ થાય તે જોવું રહ્યું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT