અનોખી પહેલ, જામનગર માં સતત ત્રીજી વખત ગુજરાતનાં 114 પ્રજ્ઞાચક્ષુઓ રમ્યા ચેસ ટુર્નામેન્ટ
દર્શન ઠક્કર, જામનગર: દ્રઢ મનોબળ થી માનવી કોઈ પણ સંકટ સામે લડી શકે છે. ત્યારે જે પ્રજ્ઞાચક્ષુ છે તેમના માટે સરકાર અનેક યોજનાઓ તૈયાર કરી…
ADVERTISEMENT
દર્શન ઠક્કર, જામનગર: દ્રઢ મનોબળ થી માનવી કોઈ પણ સંકટ સામે લડી શકે છે. ત્યારે જે પ્રજ્ઞાચક્ષુ છે તેમના માટે સરકાર અનેક યોજનાઓ તૈયાર કરી અને અમલીકરણ કરે છે. પરંતુ જામનગર અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર દ્વારા ગુજરાતભરના પ્રજ્ઞાચક્ષુઓ માટે ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરી એક અનોખી પહેલ શરૂ કરી હતી. આ ટુર્નામેન્ટમાં 18 વર્ષ સુધી અને 18 વર્ષથી વધુ ઉંમરના 114 જેટલા પ્રજ્ઞાચક્ષુઓ બે ગ્રુપ માં ભાગ લઈને આ ટુર્નામેન્ટ સફળ બનાવી હતી.
જામનગરમાં આ ટુર્નામેન્ટ ત્રીજી વખત યોજવામાં આવેલ, પ્રજ્ઞાચક્ષુઓ માટે ખાસ પ્રકારના ચેસ બોર્ડ અને ખાસ પ્રકારના મોહરા તૈયાર કરવામાં આવેલા, 2 દીવસ યોજાયેલી આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાત માંથી સ્પર્ધકો આવેલ અને જામનગર અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંસ્થાના મંત્રી પણ છે પ્રજ્ઞાચક્ષુ
આ સંસ્થાના મંત્રી પ્રકાશભાઈ મંકોડી પણ ખુદ પ્રજ્ઞાચક્ષુ છે. તેમની મેહનત નાં આધારે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર જામનગર માં 40 વર્ષથી પણ લાંબા સમય થી કાર્યરત હોય અહીં પ્રજ્ઞાચક્ષઓને આત્મ નિર્ભર બનાવવા માટે અનેક રોજગારલક્ષી કર્યો ઉપરાંત પ્રજ્ઞાચક્ષુઓ સન્માન ભેર જીવન જીવી શકે તેવા કાર્યો કરવામાં આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT