આવી પણ હોય છે મિત્રતા, જાણો પક્ષી સાથેની અનોખી દોસ્તી

ADVERTISEMENT

gujarattak
social share
google news
જુનાગઢ, ભાર્ગવી જોષી:  ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર એટલે ફ્રેન્ડશીપ ડે, આજે યુવા વર્ગ ફ્રેંડશિપ ડે હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યો છે. પાર્ટી કરે મોજ મજા કરે છે પણ આજે અમે તમને એક એવા મિત્રો અને તેમનો અતૂટ સંબંધ અંગે જણાવવા જઇ રહ્યા છીએ.
જૂનાગઢના કેશોદમાં રહેતા હરસુખભાઈ વઘાસિયાએ પોતાના ખાસ મિત્રો બનાવ્યા છે હજારો પક્ષીઓ. જેમાં અસંખ્ય પોપટ, કાબર અને કબુતર ક્યારેક કાગડાનો પણ સમાવેશ કર્યો છે. આ અંગે હરસુખભાઈ ક્હે છે કે મારે તો રોજ friendship day છે. વહેલી સવાર પડે અને હું તેમના માટે 5 વાગ્યે જ બાજરી, જુવાર માટે મૂકી દઉં ત્યાં મારા આ ખાસ મિત્રો આવે અને ચણવા લાગે અરે ક્યારેક ખભે બેસે ,માથા પર બેસે. તેમનો અવાજ અને કલરવ મારી ખુશી છે એ ન સાંભળું તો ચેન ન આવે.
જાણો કેવી રીતે બની આ મિત્રતા
વર્ષો પહેલાં પક્ષીઓને ચણ નાખતા હતા ધીમે ધીમે સંખ્યા વધી આજે તો 5000થી પણ વધુ પક્ષીઓ આવે છે. જેમાં 3000 જેટલા પોપટ, 1000 જેટલા કબુતર અને બાકી અન્ય પક્ષીઓ આવે છે.  દર વર્ષે દોઢ થી બે લાખની બાજરીના ડૂંડા અને જુવાર અને મગફળીની ખરીદી  કરી કે ખુદના ખેતરમાં ઉગાડી પક્ષીઓ માટે ચણ આખા વર્ષનું એકઠું કરે છે. હરસુખભાઇ અને  આ પક્ષીઓ વચ્ચેનો ખાસ મિત્રતાનો સંબંધ અતૂટ છે. હર્સુખભાઈ ખાસ તેમના માટે એલગ અલગ સ્ટેન્ડ બનાવ્યા છે જેથી કોઈ પક્ષી ભૂખ્યું ન રહી જાય. કેશોદ ગામથી થોડે દૂર ખેતરમાં  ઘર બનાવ્ય જેથી પક્ષીઓના કલરવથી કોઈને સમસ્યા ન રહે. આ મિત્રતા નિભાવવા સમયનું ખાસ ધ્યાન રાખવું પડે છે કારણકે પક્ષીઓને ખલેલ ન પહોંચે, ડર ન લાગે અને વહેલી સવારની શાંતિ પક્ષીઓને પ્રિય હોય છે.
પરિવારનો સાથ અને સહકાર
આ પક્ષીઓના એટલા પ્રિય છે કે તેમનો પરિવાર પણ તેમને આ કામ માં સાથ અને સહકાર આપે છે. સૌ કોઈ વહેલી સવારે પક્ષીઓની સેવામાં લાગી જાય છે. આમ, માનવની માનવ સાથેની મિત્રતાતો સૌ કોઈ જોવે છે અનુભવે છે પરંતુ આ પક્ષી સાથેની નિસ્વાર્થ મિત્રતા જોઈ સૌ કોઈ કહે છે. વાહ, દોસ્તી હો તો ઐસી……

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT