મહેસાણામાં રખડતાં ઢોરે બાળકને હવામાં ઉછાળ્યો, માથા-આંખમાં ગંભીર ઈજા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધતો જઇ રહ્યો છે. જો કે સરકાર પણ આ અંગે કંઇ પણ કરવા નથી માંગતી. ગુજરાત સરકાર ગાંધીજીના બંદર સમી બની ચુકી છે. રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે જો કે સરકાર આ અંગે મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી.

ગાયે શિંગડે ચડાવીને હવામાં ઉછાળતા બાળક ગંભીર રીતે ઘાયલ
મહેસાણામાં આજે ખુબ જ ચોંકાવનારી ઘટના બની હતી. મહેસાણાના કડીમાં એક ઢોરે 8 વર્ષના બાળકને પોતાનો શિકાર બનાવ્યો હતો. જેમાં ગાયે બાળકને શિંગડે ચડાવીને હવામાં ઉછાળ્યો હતો. જેના કારણે તેના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે આંખમાં પણ ખુબ જ ગંભીર ઇજા પહોંચી હતી.

રખડતા ઢોર મુદ્દે સરકાર-અધિકારી બંન્ને એકબીજા પર દોષારોપણમાં વ્યસ્ત
હાલ તો બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યાં તેની સ્થિતિ સ્થિર છે. સ્થાનિકોમાં રખડતા ઢોર મુદ્દે ભારે અસંતોષ છે. સરકાર અને સ્થાનિક તંત્ર બંન્ને આ મુદ્દે મૌન છે. રખડતા ઢોર પર કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી રહી. જેના કારણે તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે સરકાર, તંત્ર અને અધિકારીઓ જવાબદારીની ટોપલી એકબીજાના માથે ઓઢાડી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT