ખેડબ્રહ્મામાં રખડતા પશુએ રમતા બાળકને લીધો અડફેટે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સાબરકાંઠા: રાજ્યમાં ફરી એકવાર રખડતા ઢોરના હુમલાના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં જ વડોદરામાં એક વ્યક્તિનું રખડતા ઢોરે અડફેટે લેતા મોત નિપજ્યું હતું, ત્યારે હવે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં રહેણાંક વિસ્તારમાં રખડતા પશુઓનો આતંક સામે આવ્યો છે. શેરીમાં રમતા બાળક પર અચાનક રખડતા પશુએ હુમલો કર્યો છે. જો કે સદનસીબે બાળકનો બચાવ થયો હતો. ત્યારે બીજી તરફ લોકો બાળકને બચાવવા દોડી આવ્યા હતા.

રખડતા પશુઓ દિવસેને દિવસે ગંભીર સમસ્યા બની રહ્યા છે. ત્યારે બીજી તરફ હવે રખડતા પશુઓ જીવલેણ સાબિત થઈ રહ્યા છે. આ દરમિયાન હવે સાબરકાંઠામાં પણ રખડતા પશુનો આતંક સામે આવ્યો છે. રહેણાંક વિસ્તારમાં બાળક રસ્તા પર રમી રહ્યો હતો અઅ દરમિયાન ગાય નજીક આવે છે અને બાળક પર હુમલો કરી દે છે. ત્યારે ગાયના હુમલાથી નાનું બાળક બચી ગયું હતું અને આસપાસના લોકો પણ ઘટના સથેલે દોડી આવ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

જામનગરમમાંશેરીમાં ચાલતા જતા મા-દીકરા પર ગાયનો હુમલો
ગઇકાલે જામનગર શહેરમાં દિગ્વિજય પ્લોટ નંબર 53માં વિદ્યાબેન ચિરાગભાઈ શેઠિયા નામની એક મહિલા પોતાના પુત્ર સાથે ગલીમાંથી નીકળી રહી હતી. ત્યારે જ સામેથી રખડતું ઢોર આવે છે અને બાળક અને મહિલા પર હુમલો કરી દે છે. મહિલાએ ગમે તેમ કરીને પોતાના બાળકને છોડાવીને બચાવી લીધો, પરંતુ ગાયે તેના પર હુમલો ચાલુ રાખ્યો અને પગ વડે આખું શરીર ખૂંદતી રહી. જેમાં મહિલાને મોઢા તથા શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: હસમુખ પટેલ,સાબરકાંઠા)

    follow whatsapp

    ADVERTISEMENT