ભુજ બેઠક પર જામશે ખરાખરીનો જંગ, જાણો આ સીટનું રાજકીય સમીકરણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: કચ્છ વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ રાજ્યના તમામ ગામડાઓ અને શહેરોમાં પ્રચાર કરવાનો શરૂ કરી દીધો છે. રાજકીય પાર્ટીઓ માટે કચ્છ એક મહત્ત્વની ગુજરાતનો વિસ્તાર છે કારણ કે, આ પ્રતીક છે ધ્વંસમાંથી નવનિર્માણ સુધીનો 2001ના ભૂકંપ બાદ કચ્છને વિકાસની યાત્રા જે કરી છે. એનાથી ગુજરાતની છબી વિશ્વ સમક્ષ ઊભી થઈ છે. સશક્ત ઈરાદા સાથે કચ્છ અને એ રાજકીય પાર્ટી પક્ષ સાથે બેઠો થાય છે. જે કચ્છમાં વિકાસ કરી શકે. પ્રવાસની અસાધારણ સંભાવનાઓને લઈને આ રણવિસ્તાર સરકારની ઈમેજ સુધારવાનું કામ કરી રહી છે. વિકાસથી ઉપર રહીને કચ્છમાં જીત અને હારનો નિર્ણય ખૂબ ઝીણવટથી મતદાતાઓ નક્કી કરે છે. ભુજ બેઠક પરથી ભાજપે નિમાબેન આચાર્યને પડતાં મૂકી અને કેશવલાલ પટેલને મેદાને ઉતાર્યા છે. આ સાથે ભુજ બેઠક પર કુલ 10 ઉમેદવારો મેદાને છે.

કચ્છ જિલ્લો  ભાજપનો ગઢ માનવામાં આવે
કચ્છ વિધાનસભા બેઠકોનું ઇતિહાસ અને વર્તમાન સરહદી જિલ્લા કચ્છની વાત કરીએ તો, જિલ્લામાં વિધાનસભામાં 6 બેઠકો છે. કચ્છના પાટનગર ભુજ, પશ્ચિમ કચ્છના માંડવી-મુંદ્રા, અબડાસા તથા પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર અને રાપર ખાતે વિધાનસભાની બેઠકો છે. આમ તો વર્ષોથી કચ્છ ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે.

6 માંથી 5 બેઠકો પર ભાજપ વિજેતા
ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર હાલ 5 બેઠકો પરના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે જ્યારે 1 બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય છે. હાલના ધારાસભ્યો ધારાસભ્ય ભુજ મતવિસ્તારમાંથી ભાજપનાં ડૉ. નિમાબેન આચાર્ય, ધારાસભ્ય અબડાસા મતવિસ્તારમાંથી ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા, માંડવી મુન્દ્રા મતવિસ્તાર ધારાસભ્ય માંથી ભાજપ નાં વિરેન્દ્રસિંહ જાડેજા, અંજાર મતવિસ્તારમાં ભાજપના ધારાસભ્ય વાસણ આહીર, ગાંધીધામ મતવિસ્તારમાંથી ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી (ભાજપ) , રાપર મતવિસ્તારમાંથી કૉંગ્રેસનાં ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા.

ADVERTISEMENT

કચ્છ જિલ્લાનું મોટું શહેર ભુજ
કચ્છ જિલ્લાની અતિ મહત્વની વિધાનસભા બેઠક ભુજ ગણવામાં આવે છે. કચ્છ જિલ્લાનું મોટું શહેર ભુજ છે. રાજ્યનો સૌથી મોટો જિલ્લો એટલે કચ્છ અને તેમનું વડુ મથક અને સૌથી મોટું શહેર એટલે કે ભુજ. BJPના ગઢ ગણાતા કચ્છ જિલ્લાની 6 માંથી ભુજ સહિતની પાંચ બેઠકો ભાજપ પાસે છે. જ્યારે એક જ કોંગ્રેસ પાસે છે. ગ્રામીણ અને શહેરી તેમજ NRI મતદારો ધરાવતી બેઠક નિર્ણાયક છે. અને એટલે જ તેના પર હાર-જીત મહત્વની છે.

જાતિગત સમીકરણ
ભુજ-કચ્છની ભુજ વિધાનસભા બેઠકમાં પાટીદાર, દલિત અને મુસ્લિમોની વસ્તી વધારે છે. ઉપરાંત લોહાણા, જૈન તેમજ બ્રાહ્મણ જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં 51 ટકા પુરુષો છે અને 49 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 87 ટકા જેટલું છે જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 91 ટકા અને 82 ટકા છે.

ADVERTISEMENT

મતદાર
મતદારોની સંખ્યાની વાત કરવામાં આવે ભુજ મતવિસ્તારની વિધાનસભા સીટ પર કુલ 2,90,952 મતદારો છે, જે પૈકી 1,47,483 પુરુષ મતદારો છે. જ્યારે 1,43,468 મહિલા મતદારો છે અને 1 અન્ય મતદારનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT

2017ની ચૂંટણી
2017માં ભુજ વિધાનસભા બેઠક માટે કુલ 13 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2017માં ભુજ મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,55,823 મતદારો પૈકી કુલ 1,70,677 મતદારોએ મત આપ્યા હતા. ભુજ વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર ડૉ. નિમાબેન આચાર્યને 86,532 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર આદમ ચાકીને 72,510 મત મળ્યા હતા. 2017માં પણ ભુજની વિધાનસભા બેઠક માટે ડૉ. નિમાબેન આચાર્ય વિજેતા બન્યા હતા.

 નિમાબેન આચાર્યને મળ્યું મહત્વનું સ્થાન
ગુજરાતના રાજકારણમાં વર્ષ 2021માં અચાનક ભૂકંપ આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજીનામું ધરી દીધું હતું. અને ભૂપેન્દ્ર પટેલની સરકાર બની હતી. આ સાથે વિધાનસભાના અધ્યક્ષ પણ બદલાયા હતા. રાજેન્દ્ર ત્રિવેદીના સ્થાને નિમબેન આચાર્યને સ્થાન આપવામાં આવ્યું હતું. જોકે 2022ની ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાના બંને પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને નિમાબેન આચાર્ય બંનેની ટિકિટ કાપવામાં આવી હતી.

2022ની ચૂંટણી માટે આ ઉમેદવારો મેદાને

  1. ભાજપ: કેશવલાલ પટેલ
  2. કોંગ્રેસ: અરજણ ભુડિયા
  3. આપ: રાજેશ કેસરા
  4. બસપા: સૈયદ જૂસબશા
  5. AIMIM: શકીલ મહમદ શમા
  6. પ્રજા વિજય પક્ષ: મેહુલરાજ રાઠોડ
  7. રાઇટ તું રિકોલ પાર્ટી: નોડે કાસમ
  8. અપક્ષ : થેબા હુસૈન મામદ અબ્દુલ્લા
  9. અપક્ષ: ભૂપેન્દ્ર જોશી
  10. અપક્ષ: ઓસમાણભાઈ કુંભાર

રાજકીય ઇતિહાસ

  • 1962- SWA પક્ષના ઉમેદવાર ગુલાબશંકર અમૃતલાલ વિજેતા બન્યા
  • 1967- INC પક્ષના ઉમેદવાર એમએમ મહેતા વિજેતા બન્યા
  • 1972- INC પક્ષના ઉમેદવાર રામજી ઠાકર વિજેતા બન્યા
  • 1975- NCO પક્ષના ઉમેદવાર ધોળકીયા કુંદનલાલ વિજેતા બન્યા
  • 1980- INC પક્ષના ઉમેદવાર શાહ મોહનલાલ વિજેતા બન્યા
  • 1985-INC પક્ષના ઉમેદવાર પંચોલી કુમુદીની વિજેતા બન્યા
  • 1990- BJP પક્ષના ઉમેદવાર ગઢવી પુષ્પાબેન વિજેતા બન્યા
  • 1995- BJP પક્ષના ઉમેદવાર ઝવેરી મુકેશભાઈ વિજેતા બન્યા
  • 1998- BJP પક્ષના ઉમેદવાર ઝવેરી મુકેશભાઈ વિજેતા બન્યા
  • 2002- INC પક્ષના ઉમેદવાર આહિર શિવજીભાઈ વિજેતા બન્યા
  • 2007- BJP પક્ષના ઉમેદવાર વાસણ આહિર વિજેતા બન્યા
  • 2012- BJP પક્ષના ઉમેદવાર ડૉ. નીમાબેન આચાર્ય વિજેતા બન્યા
  • 2017- BJP પક્ષના ઉમેદવાર ડૉ. નીમાબેન આચાર્યવિજેતા બન્યા

    follow whatsapp

    ADVERTISEMENT