ચૂંટણી જાહેર થાય તે પહેલા જ ગુજરાત સરકારનો માસ્ટર સ્ટ્રોક, 1 કરોડ મત પાક્કા કરી લીધા
ગાંધીનગર : ગુજરાતમાં ચૂંટણી જાહેર થાય તેની બરોબર પહેલા એટલે કે ગણત્રીની મિનિટો પહેલા જ ગુજરાત સરકાર દ્વારા જૂનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની ભરતીની…
ADVERTISEMENT
ગાંધીનગર : ગુજરાતમાં ચૂંટણી જાહેર થાય તેની બરોબર પહેલા એટલે કે ગણત્રીની મિનિટો પહેલા જ ગુજરાત સરકાર દ્વારા જૂનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત કરી દેવામાં આવી હતી. જૂનિયર ક્લાર્ક ભરતી પરીક્ષા 8 જાન્યુઆરીએ થશે. જ્યારે તલાટી કમ મંત્રીની પરીક્ષા 29 જાન્યુઆરીએ આયોજીત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ,ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ પાસે લાંબા સમયથી વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષાની માંગણી કરવામાં આવી હતી.
ગુજરાતમાં ચૂંટણી પહેલા સરકાર દ્વારા માસ્ટર સ્ટ્રોક મારવામાં આવ્યો હતો. કારણ કે સીધી જ સરેરાશ 27 લાખથી પણ વધારે ઉમેદવારો અને તેમના પરિવારોને સરેરાશ 4 લોકો ગણીએ તો પણ 1 કરોડથી વધારે લોકોને સીધી જ અસર કરશે. આ નિર્ણયની ચૂંટણી જાહેર થાય તેની ગણત્રીની મિનિટો પહેલા જ જાહેરાત કરી દીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જ સરકાર દ્વારા જે ઉમેદવારો પરીક્ષા પાસ કરી ચુક્યા છે તેમને નિમણુંક પત્ર આપીને સરકારી પરીક્ષાઓ પ્રત્યે વ્યાપેલા અશંતોષને ખાળવાનો પ્રયાસ કર્યો હતો. હવે ભરતી જાહેર કરીને અસંતોષને ડામી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત સરકાર આગામી વર્ષનું ભરતીનું કેલેન્ડર પણ બહાર પાડી ચુકી છે. તે અનુસાર પરીક્ષાઓ યોજવાનું વચન પણ આપી ચુકી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT