ઇન્સ્ટાગ્રામમાં દીકરીની ઉમરની યુવતીને મિત્ર બનાવી બદનામ કરનાર શખ્સ ઝડપાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

દર્શન ઠક્કર/ જામનગર: મનોરંજન માટે ઉપયોગમાં લેવામાં આવતું સોશિયલ મીડિયા અનેક વખત ઘાતક સભીત થઈ ચૂક્યું છે. અનેક લોકો સોશિયલ મીડિયાના શિકાર થઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર અજાણી વ્યકિતની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારતા પહેલા સાવધાન થઈ જવાની જરુર છે. જામનગર જિલ્લાના જામજોધરપુરમાં રહેતો એક 63 વર્ષીય વૃદ્ધ ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી પોતાની દીકરીની ઉંમર જેવડી યુવતીઓને ફસાવતો હોવાનો ખુલાસો થયો છે. આરોપી ઈન્સ્ટાગ્રામના માધ્યમથી યુવતીઓના ન્યૂડ ફોટો મેળવી બાદમાં બ્લેકમેઈલ કરતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.વૃદ્ધની ધરપકડ કર્યા બાદ તેનો મોબાઈલ ચેક કરાતા તેમાંથી ત્રણ યુવતીઓના અશ્લીલ ફોટો મળી આવ્યા હતા.

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામના વૃદ્ધ સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી કોલેજ જતી યુવતીઓના ન્યુડ ફોટો મેળવી બ્લેકમેઈલીંગ કરતો હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસની ટીમને મળી હતી. જ્યારે ફરિયાદ પરથી સાયબર ક્રાઇમની ટીમે એક વૃદ્ધને ઝડપી પાડ્યો છે અને તેના મોબાઇલમાં અન્ય યુવતીઓના ફોટો અને વીડિયો પણ કબજે કર્યા છે. જ્યારે પોલીસે આરોપીની રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અશ્લીલ ફોટો મોકલી બ્લેકમેઈલ કરતો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં રહેતા રસીકલાલ નારણભાઈ વડાલીયાની 63 વર્ષની ઉંમર છે. રસીકલાલે ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવ્યું હતું. તેના માધ્યમથી પોતાની દીકરીની ઉંમરની યુવતીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કેળવતો અને બાદમાં ગમેતેમ કરી યુવતીઓના અશ્લીલ ફોટો અને વીડિયો મેળવી પોતાના મોબાઈલમાં સેવ કરી લેતો હતો. રસીકલાલ ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી યુવતીઓને પોતાની જાળમાં ફસાવતો. ત્યારબાદ જો યુવતી મિત્રતા તોડવાની વાત કરે તો યુવતીના છુપી રીતે સેવ કરી લીધેલા અશ્લીલ ફોટો મોકલી બ્લેકમેઈલ કરતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

ADVERTISEMENT

ત્રણ કોલેજિયન યુવતીઓના અશ્લીલ ફોટો મળી આવ્યા
સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ ઉપર ફેક આઈડી બનાવીને વૃદ્ધ શખ્સ દ્વારા કોલેજ જતી યુવતીઓ સાથે મિત્રતા કરી વિશ્વાસમાં લઈને ન્યુડ કોલિંગ કરાવી ફોટોની કોપી રાખી બ્લેકમેલ કરતો હોવાની જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને ફરિયાદ મળી હતી. યુવતી સંબંધ તોડી નાખવાનું કહે તો તેના અંગત ફોટા સગા સંબંધીઓમાં વાઈરલ કરીને સમાજમાં બદનામ કરવાની ધાક ધમકી આપતો હતો. જે અંગેની સાઈબર ક્રાઇમની મહિલા કર્મચારીઓની એક વિશેષ સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી અને વોચ ગોઠવવામાં આવી હતી.આ દરમિયાન પોલીસકર્મી પૂજાબેન ધોળકિયાએ સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પાસેથી જરૂરી માહિતી મંગાવી આઈએસપી રિપોર્ટ તથા આઈપીડીઆરનું ટેકનિકલ એનાલિસિસ કરી બ્લેકમેલ કરનારના મોબાઈલ નંબર શોધી કાઢ્યા હતા. જેમાં આરોપીના લોકેશન જામજોધપુરના સીદસર ગામ બતાવવામાં આવતું હતુ. ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમને સીદસર ગામમાંથી રસિકલાલ નારણભાઈ વડાલીયાને ઝડપી લીધો હતો તેની આઇડેન્ટિફાઈ કરી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી રસીકલાલની ધરપકડ કર્યા બાદ પોલીસે તેનો મોબાઈલ કબજે લઈ તપાસ કરતા તેમાંથી ત્રણ કોલેજિયન યુવતીઓના અશ્લીલ ફોટો મળી આવ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતો હતો આરોપી
રસીકલાલ નામનો આરોપી કોલેજિય યુવતીઓને ફસાવવા માટે જે મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતો હતો તે જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીએ ઈન્સ્ટાગ્રામ પર એક ફેક આઈડી બનાવી રાખ્યું હતું. જેના માધ્યમથી કોલેજ જતી છોકરીઓની આઈડી શોધી તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મિત્રતા કરતો હતો. મિત્રતા પછી તેમને પ્રેમજાળમાં ફસાવી છોકરીઓના અશ્લીલ વીડિયો – ફોટો મંગાવી સેવ કરી તથા સગા સંબંધીને મોકલાવી વાઈરલ કરી સમાજમાં બદનામ કરવાની ધાક ધમકી આપતો હતો.વૃદ્ધ પોતાની દીકરીની ઉંમર જેવડી કોલેજિયન યુવતીઓને ધરાર સંબંધ રાખવા માટે મજબૂર પણ કરતો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT