સુરેન્દ્રનગરમાં પ્રેમી યુગલનો આપઘાત, મોરબીમાં બે ભાઇઓનાં ડુબી જતા નિપજ્યાં મોત
સુરેન્દ્રનગરઃ ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામે પ્રેમી પંખીડાઓએ આપઘાત કર્યો છે. ઝીંઝુડા ગામે પ્રેમી યુગલએ મંદિરના કમ્પાઉન્ડમાં ઝાડ પર ફાસો લગાવી આપઘાત કર્યો હતો. પોલીસને જાણ…
ADVERTISEMENT
સુરેન્દ્રનગરઃ ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામે પ્રેમી પંખીડાઓએ આપઘાત કર્યો છે. ઝીંઝુડા ગામે પ્રેમી યુગલએ મંદિરના કમ્પાઉન્ડમાં ઝાડ પર ફાસો લગાવી આપઘાત કર્યો હતો. પોલીસને જાણ થતા પોલીસ એ યુવક અને યુવતીના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં યુવક અને યુવતી મોરબી જીલ્લાના સુલતાનપુર ગામના હોવાનું સામે આવ્યુ છે.
યુવક અને યુવતી બે દિવસ પહેલા ઘરેથી નાસી છુટ્યા હતા
યુવક અને યુવતી બે દિવસથી ઘરેથી નાસી છુટ્યા હતા. મૃત્યુ પામનારા યુવકનું નામ વિશાલ લાભુભાઇ પાટડીયા અને યુવતી સપના મુન્નાભાઇ સીસણોદા હોવાનું સામે આવ્યુ છે. મરણ જનાર યુગલ પાસેથી રૂપીયા 50 ની ચલણી નોટ મળી આવી અને તેની પર યુવતીએ લખેલ હતુ કે, યુવકને હું ભગાડીને લાવી છું યુવક મને નથી ભગાડી ગયો.
મોરબીમાં બે ભાઇઓનાં ડુબી જવાના કારણે નિપજ્યાં મોત
બીજી તરફ મોરબીમાં પણ બે ભાઇઓનાં મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. મોરબીના લાલપર ગામ નજીક આવેલ કેનાલમાં ડૂબી જતાં બે યુવાનના મોત નિપજ્યાં હતા. ગત રાત્રીના સમયે કેનાલ કાંઠેથી મોબાઈલ અને કપડાં મળી આવતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
આજે સુરજભાઈ અને સાગરભાઈ નામના બે યુવકના મૃતદેહ મળી આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનો એ બંને મૃતદેહો ને બહાર કાઢી પરિવારજનોને સોંપ્યા હતા. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ ખસેડવામાં આવ્યા છે.
(વિથ ઇનપુટ સાજીદ બેલિમ, રાજેશ આંબલીયા)
ADVERTISEMENT
ADVERTISEMENT