JAMNAGAR માં સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીનું ભવ્ય સ્વાગત

ADVERTISEMENT

gujarattak
social share
google news

જામનગર : દક્ષિણ અમેરિકન દેશ સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી સાત દિવસ માટે ભારતના પ્રવાસે આવ્યા છે. તેઓ ગત્ત રાત્રે નવી દિલ્હી ખાતે પહોંચ્યા હતા. ભારતી અધિકારીઓએ ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર તેમનું સ્વાગત કર્યું. સંતોખી 7 થી 14 જાન્યુઆરી સુધી ભારતની યાત્રા પર છે. તેઓ મધ્યપ્રદેશના ઇંદોરમાં પ્રવાસી ભારતીય દિવસ સમ્મેલન 2023 માં વિશિષ્ઠ અતિથિ બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તેઓ ગુજરાતના જામનગર ખાતે આવી પહોંચ્યા હતા. વિદેશમંત્રાલયના અનુસાર તેઓ જામનગરની મુલાકાત બાદ ઇંદોર ખાતે રવાના થશે. પોતાની યાત્રા દરમિયાન સંતોખી 8 જાન્યુઆરીના રોજ વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પણ બેઠક કરશે.

સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવ્યા હતા. તેમનું આજે જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મણિયારો, ટીપ્પણી, તાળી રાસ, તેમજ પ્રાચીન ગરબા સહિતની સૌરાષ્ટ્રની ભાતીગળ લોક કલા દર્શાવતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી રાષ્ટ્રપતિનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પોલીસ જવાનોએ પણ પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપી તેઓનું અભિવાદન ઝીલ્યું હતું.

ADVERTISEMENT

આ પ્રસંગે જામનગર એરપોર્ટ ખાતે રાષ્ટ્રપતિને રાજ્યના સહકાર વિભાગના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, જામનગર મહાનગરપાલિકાના મેયર રાજ્યના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશ, લેબર કમિશનર તથા જિલ્લાના પ્રભારી સચિવ અનુપમ આનંદ, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ વગેરેએ આવકારી તેઓનું સ્વાગત અભિવાદન કર્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT