બે લાખ રૂપિયા માટે મિત્રને કાગળ પર મૃત જાહેર કર્યો, વીમા કંપનીને ચૂનો લગાવવા જતાં ફૂટ્યો ભાંડો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર, બનાસકાંઠા: કાંકરેજના કસરા ગામે વીમા કંપનીને છેતરી પૈસા પડાવવા માટે બે ભેજાબાજ ઈસમોએ અજબ કીમિયો રચ્યો હતો. અને આ બંને ઠગો એ પોતાના ગામના જ એક વ્યક્તિને મૃત બતાવી તેના ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. એટલું જ નહીં તે બાદ બેન્કમાં પણ તેનું ખાતું ખોલાવ્યું હતું.અને તેનો મૃત્યુ દાવો કરી,વીમા કંપની પાસેથી વળતર નો દાવો રજૂ કર્યો હતો. જોકે ભાંડો ફૂટતાં એકની ધરપકડ કરવામાં આવી છે.

આ દાવા સામે વીમા કંપનીએ સાધનિક કાગળો માંગતા તે રજૂ કરાયા હતા.જેથી વીમાધારક મૃત્યુ પામ્યો છે.તેઓ દાવો સાચો માની વીમા કંપનીએ બે લાખ મૃત્યુ વળતર માટે ટપાલ લખતા ભાંડો ફૂટ્યો હતો.જોકે પીડિત એક વર્ષ સુધી દોષિતો સામે કરેલી ન્યાયની લડાઈમાં હવે બન્ને વિરૂદ્ધ શિહોરી પોલીસે ફરિયાદ દાખલ કરી એક ને જેલ હવાલે કરેલ છે.

2 લાખ રૂપિયા માટે મિત્રને કાગળ પર મારી નાખ્યો
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કસરા ગામે છેતરપિંડીનો અજીબ કિસ્સો સામે આવ્યો છે.જેમાં 28 વર્ષીય રમેશભાઈ રૂપેશભાઈ ઠાકોર નાં સંપર્કમાં દેવપુરા ગામનો જયંતીજી બાબુજી ઠાકોર અને તેનો સાથીદાર પાટણનો કરમશી દેસાઈ આવ્યા હતા.આ બન્ને એ પીડિત રમેશભાઈ પાસે પહોંચી બેંકમાં ખાતું ખોલવા આધારકાર્ડ ,પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ મેળવ્યા હતા.અને બેંક ઓફ બરોડા ની થરા શાખામાં પૈસા ભરી પીડિત રમેશ ઠાકોર નું ખાતું ખોલાવ્યું હતું.જેમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજનાનો વીમા ઉતરાવ્યો હતો.જેમાં નોમીની તરીકે પીડિત રમેશભાઈ ઠાકોર નાં ભાઈ વિનોદનું નામ લખાવ્યું હતું.અને નોમીની વિનોદની ખાતું પાટણ ઇન્ડસ્ટ્રીયલ બેંકમાં ખાતું ખોલાવ્યું હતું.અને તે બાદ પીડિત રમેશભાઈ ઠાકોરને મરણ પામેલ બતાવ્યો હતો.આ બધું જ ષડયંત્ર આ બન્ને ઠગોએ માત્ર વિમાની રકમ મેળવવા કર્યું હતું.અને તે બાદ તમામ બનાવટી ઊભા કરેલ કાગળો સાથે ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં રમેશભાઈ રૂપશિભાઈ ઠાકોર મરણ ગયેલ બે લાખ મૃત્યુ સહાયનાં વળતર માટે દાવો કર્યો હતો.

ADVERTISEMENT

આ રીતે ફૂટ્યો ભાંડો
વીમા કંપનીનો આ લેટર નોમિની એવા પીડિતનાં ભાઈ વિનોદભાઈના સરનામા પર પહોંચ્યો હતો. અને આ લેટર અને તેનું લખાણ જોઈ વિનોદભાઈ ચોકી ઉઠ્યા હતા. અને પોતાના ભાઈના જીવિત હોવા છતાં મોત અને વિમાના દાવાની આખી વાત તેમજ સમગ્ર કાવતરાની તેઓને જાણ થઈ હતી. આ મામલે છેલ્લા એક વર્ષથી પીડીતે પોલીસમાં અરજી તેમજ જાણ કરી હતી. જો કે આ કેસ પુરાવા આધારિત હોય પોલીસે પુરાવા એકઠા કર્યા હતા અને તે બાદ એક વર્ષ પછી આ મામલે બંને વિરુદ્ધમાં છેતરપિંડી ની ફરિયાદ દાખલ થયેલ છે..

એક આરોપીની ધરપકડ
આ કેસમાં આરોપી જયંતીજી બાબુજી ઠાકોર તથા દેસાઈ કરમશીભાઈ બંને એકબીજાના સહકારથી વિમાની વળતરની રકમ હડવવા માટે ખોટા દસ્તાવેજો ઉભા કરી જીવિત યુવકને મરણ પામેલો બતાવ્યો હતો.જોકે આ મામલો ઉજાગર થતાં બન્ને વિરૂદ્ધ ફરિયાદ થયેલ છે. આ મામલે શિહોરી પીએસઆઇ બલરાજસિંહ લખુભા રાયજાદાએ જણાવ્યું હતુંકે આ બંને આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસી કલમ 465 467468471 120 બી 114 મુજબ ગુનો દાખલ કરેલ છે. જેમાં જયંતીજી બાબુજી ઠાકોર ની ધરપકડ કરવામાં આવેલ છે અને અન્ય આરોપીની તપાસ શરૂ છે

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT