હોટલમાં પૈસા મુદ્દે અંજલી-નિધિ વચ્ચે થઇ હતી મારામારી, પાર્ટીમાં હાજર દોસ્તનો દાવો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : કંઝાવલા મુદ્દે રોજ નવા નાટકીય વળાંકો સામે આવી રહ્યા છે. પહેલા અંજલીની મિત્ર નિધિના નિવેદને આ કેસને 360 ડિગ્રી ફેરવી નાખ્યો હતો. હવે પીડિતાનો એક વધારે દોસ્ત સામે આવ્યો છે. આ મિત્ર હોટલમાં તે દિવસે બીજા યુવકો સાથે હાજર હતો. તેણે દાવો કર્યો કે, હોટલમાં અંજલી અને નિધિ વચ્ચે પૈસા મુદ્દે બબાલ થઇ હતી.

અંજલીએ ફોન કરીને મને પરાણે બિયર પીવા માટે બોલાવ્યો હતો
અંજલીએ તે દિવસે ફોન કરીને મને હોટલમાં બોલાવ્યો હતો, હું ન ગયો તો બીજો છોકરો મોકલીને મને તેડાવ્યો હતો. અહીંનો જ છે અને અમારો મિત્ર છે.હું જ્યારે હોટલ પર પહોંચ્યો તો હોટલમાં બે રૂમ બુક હતા. એકમાં અમે મિત્રો બેઠેલા હતા અને બીજા રૂમમાં અંજલી અને નિધિ હતા. તે બધા બીયર પી રહ્યા હતા. પછી ઝગડો શરૂ થયો અને અંજલિ અને નિધિ ઝગડી પડ્યા હતા. બંન્ને વચ્ચે પૈસા મુદ્દે માથાકુટ થઇ હતી.

પૈસા બાબતે બંન્ને વચ્ચે બોલાચાલી થયા બાદ મારામારી થઇ
નિધિ પોતાના પૈસા અંજલી પાસે માંગી રહી હતી. આ બાબતે બંન્ને વચ્ચે બોલાચાલી થઇ ગઇ હતી. ત્યાર બાદ આશરે 1.30 વાગ્યે અંજલી નિકળી હતી. હું ત્યાથી થોડા સમય પછી નિકળ્યો હતો. મને અંજલીના મોત અંગેના સમાચાર મીડિયા દ્વારા મળ્યા હતા. ઘટના અંગે સાંભળીને હું પણ સ્તબ્ધ થઇ ગયો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT