રાજકોટમાં પાટીદાર અગ્રણીઓની બંધબારણે બેઠક, ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો
રાજકોટ : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવતો જઇ રહ્યો છે, ત્યારે તમામ સમાજ અને સંગઠનો હવે પોતાની માંગણીઓ અને સમાજની લાગણીઓ સાથે…
ADVERTISEMENT
રાજકોટ : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવતો જઇ રહ્યો છે, ત્યારે તમામ સમાજ અને સંગઠનો હવે પોતાની માંગણીઓ અને સમાજની લાગણીઓ સાથે સરકારનું નાક દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.તેવામાં ગુજરાતની રાજનીતિમાં મોટી પહોંચ ધરાવતા પાટીદાર સમાજના અગ્રણીઓની આજે બેઠક યોજાતા સરકાર અને વિપક્ષના કાન ચાર થઇ ગયા છે. અત્રે નોંધનીય છે કે, સામાજિક પ્રતિનિધિત્વના આધારે ટિકિટ આપવાની માગ ઉઠી છે.
ચૂંટણી પહેલા પાટીદાર સમાજના અગ્રણી લોકો ઉપરાંત નરેશ પટેલ અને જયરામ પટેલ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. જેના પગલે રાજકીય બજારમાં ગરમી વધી ગઇ છે. આ ઉપરાંત અનામત કેસ પરત ખેંચવા સહિતની અનેક માંગણીઓ આ બેઠકમાં છવાયેલા રહેશે. આ ઉપરાંત ચૂંટણી સમયે સરકાર પાસે પડતર માંગણીઓ મનાવવા માટે રણનીતિ પણ ઘડી શકે છે.
હાલ 15 ટકાની વસતી ધરાવતો પાટીદાર સમાજ રાજ્યના રાજકારણમાં ખુબ જ મજબુત પકડ અને પૈઠ ધરાવે છે. જો કે હાલ રાજ્યમાં OBC સમાજ 40 ટકા છે. જ્યારે પાટીદારો 15 ટકા છે પરંતુ પ્રભાવ અને વગની દ્રષ્ટીએ પાટીદાર સમાજ ખુબ જ વગ ધરાવે છે. જો કે હવે પાટીદારોનો પ્રયત્ન છેકે, મત્ત વહેંચાયા વગર કોઇ પણ એક જ પાર્ટીને તમામ મત મળે. પાટીદાર સમુદાય એક મંચ પર આવ્યા બાદ આડકતરી રીતે મેસેજ આપવાનો પ્રયાસ છે.
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, પાટીદાર સમાજ ભાજપનો પ્રોમિસિંગ વોટર માનવામાં આવે છે. જો કે પાટીદાર અનામત આંદોલન પછી પાટીદાર સમાજની જે પ્રકારે ભાજપમાંથી મોહભંગ થયો ત્યાર બાદ આમ આદમી પાર્ટી આવ્યા બાદ પાટીદારોનું વલણ તેમના તરફી જોવા મળે છે. સુરતમાં પણ પાટીદાર સમાજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપને જે પ્રકારે સપોર્ટ કર્યો અને આપને જે સફળતા મળી તેનાથી ભાજપ પણ ચોંકી ઉઠ્યું હતું.
ADVERTISEMENT