SDM જ્યોતિ મોર્ય જેવો ગુજરાતમાં કિસ્સો બન્યો, જો કે યુવતીએ આત્મહત્યા કરી લીધી

ADVERTISEMENT

SDM Jyoti Maurya
SDM Jyoti Maurya
social share
google news

અમદાવાદ : SDM જ્યોતિ મોર્ય જેવો જ એક ચોંકાવનારો કિસ્સો ગુજરાતમાં સામે આવ્યો છે. જો કે આ કિસ્સામાં કમાનાર પાત્ર પણ મહિલા છે અને પીડિતા પણ મહિલા જ છે. પત્નીની કમાણી ખાવા માટે પોતાની નાનકડી ફુલ જેવી દિકરીને માતાનું ધાવણ છોડાવીને તેને અલગ કરવાનું ખતરનાક ષડયંત્ર રચનાર પતિના અમાનુષી ત્રાસથી કંટાળીને પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હતી. ખુબ જ દર્દનાક અને હૃદયદ્રાવક ઘટના અમદાવાદ શહેરના નારોલમાં સામે આવી છે.

નારોલ વિસ્તારમાં આવેલું પ્રથમ લક્ઝુરિયા કર્ણાવતીમાં રહેતા મનોજ જાટે નારોલ પોલીસ સ્ટેશનમાં રજત હુડ્ડા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરી છે. મનોજ જાટ ગ્લોબલ કન્સ્ટ્રક્શન નામની કંપની ધરાવે છે. મનોજની બહેન અનુના લગ્ન વર્ષ 2021 માં હરિયાણાના હિસાર ખાતે રહેતા રજત હુડ્ડા સાથે થયા હતા. લગ્નના એક મહિના બાદ અનુ અને રજત બંન્ને અમદાવાદ રહેવા માટે આવી ગયા હતા. નારોલના શોર્ય રેસિડેન્સીમાં ભાડે મકાન રાખીને રહેવા લાગ્યા હતા. રજતે અમદાવાદમાં આવતાની સાથે જ હોટલ ડ્રીમ વિલા ખાતે મેનેજરની નોકરી શરૂ કરી હતી. લગ્નના શરૂઆતી દિવસોમાં રજત અનુને સારી રીતે રાખતો હતો. જો કે ધીરે ધીરે તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

ઘરકામ બાબતે રજત અનુને વારંવાર ટોકતો રહેતો હતો. મનોજ જ્યારે પણ અનુને મળતો હતો ત્યારે રજતની હકીકત કહેતી હતી. આ ઉપરાંત તેને અનેક યુવતીઓ સાથે લફરા પણ શરૂ કરી દીધા હતા. દરમિયાન તેણે દહેજમાં ઘર વખરીની તમામ વસ્તુઓ પણ માંગી લીધી હતી. યુવતીના પરિવારે ફ્રીજ ટીવી સોફા સહિતની તમામ વસ્તુઓ આપી હતી. જો કે મહિલા જ્યારે ગર્ભવતિ થઇ ત્યારે તેણે ફરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ બાળકીનો જન્મ થયો. જો કે ત્યાર બાદ તેઓ હરિયાણા ગયા જ્યાં તેની બાળકીને પણ છોડી દેવા જણાવ્યું હતું. વારંવાર આજીજી કરવા છતા પણ બાળકને તે પરત લાવ્યો નહોતો. અનુને એક કંપનીમાં નોકરી લગાવી દીધી હતી.

ADVERTISEMENT

પોતે નોકરી બંધ કરી દીધી હતી. પત્નીને જ નોકરીમાંથી પગાર આવવા લાગતા તેણે પડ્યા પડ્યા ખાવાનું શરૂ કર્યું હતું. આખરે પુત્રીના વિરહમાં અને પતિના અસહ્ય ત્રાસથી કંટાળેલી મહિલા અનુએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.હાલ તો પોલીસ ફરિયાદ થતા પોલીસ દ્વારા આ રાક્ષસને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT