અંજારમાં મેળો બન્યો લોહિયાળ, નજીવી બાબતમાં યુવકને છરી ભોંકી દીધી

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક કાંઠેચા, કચ્છ: રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન અંજારમાં મેળા દરમિયાન હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામ્યો છે. સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલીનું પરિણામ હત્યા સુધી પહોંચ્યું.  ત્યારે પોલીસ આ મામલે તપાસનો ધમદમાટ શરૂ કર્યો છે.

અંજાર તાલુકાના ખંભરા ગામે યોજાયેલા વેલજી મતિયા દેવના મેળામાં એક બીજા સાથે અથડાયા જેવી નજીવી બાબતે માથાકૂટ થઈ હતી.યુવકો વચ્ચે થયેલી માથાકૂટ હત્યામાં પરિણમી. બોલાચાલી દરમિયાન એક યુવકની છરી વડે હત્યા કરી દેવામાં આવી છે.

મેળામાં બની ઘટના
મધરાત્રે સાડા ત્રણથી ચારના અરસામાં માથાકૂટ થઈ હતી. મેળામાં હાકડેઠાઠ મેદની ઉમટી પડી હતી. ભારે ભીડમાં ગાંધીધામની સુંદરપુરીના યુવકો અને મુંદ્રાના મોટા કપાયાના યુવકો એકમેકને અથડાઈ જતાં તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલીએ ઉગ્ર રૂપ ધારણ કરી લેતાં છરીથી હુમલાનો બનાવ બન્યો હતો. જેમાં મોટા કપાયાના કમલેશ ગોપાલભાઈ ધેડા ને છરીથી ગંભીર ઈજા પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

ADVERTISEMENT

પોલીસ પર નારાજગી
મારામારીમાં મોટા કપાયાના ભરત ધેડા નામના યુવકને છરીથી ઈજા પહોંચી હતી. જ્યારે મનોજ કાનજીભાઈ ધેડા નામના યુવકને મુઢ માર વાગ્યો હતો. બનાવ અંગે ફોનથી જાણ કરાતાં પીસીઆર વાન સ્થળ પર દોડી ગઈ હતી. તે સમયે ઉપસ્થિત લોકો પીસીઆર વાનને ઘેરી લઈને મેળામાં પોલીસ બંદોબસ્તની નહિવત હાજરી અંગે ઉગ્ર નારાજગી દર્શાવતાં હોય તેવી વીડિયો ક્લિપ વાયરલ થઈ હતી.

નોંધાઈ ફરિયાદ
ઘટના અંગે ગાંધીધામની સુંદરપુરીમાં રહેતાં પાંચ યુવકો સામે ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે. ત્રણ યુવકોને પોલીસે રાઉન્ડ અપ કરી લીધાં છે. ઘટના અંગે અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શનમાં પોલીસ તપાસ કરી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT